હવે તમારે મોબાઈલ નંબર વેરિફિકેશન માટે ચૂકવવો પડશે ચાર્જ! સાઈબર સુરક્ષા અંતર્ગત સરકાર મોબાઈલ નંબરની કરશે ખરાઈ
સાઈબર સુરક્ષાને વધુ મજબુત કરવા માટે સરકાર નવા નિયમો લાવવા જઈ રહી છે અને આ નવા નિયમોની અસર દેશના અંદાજે ૧૨૧ કરોડ મોબાઈલ વપરાશકર્તા અને ડીજીટલ કારોબાર ઉપર પડી શકે છે. સરકાર જે ફેરફાર કરવા જઈ રહી છે તે અંતર્ગત મોબાઈલ નંબર વેરીફીકેશન માટે પેઈડ સર્વિસ શરુ કરવામાં આવશે. બેંક અને અન્ય સંસ્થાન તથા એપ કંપનીએ એપ ડાઉનલોડ અને સર્વિસ માટે રૂપિયા આપીને સંદેશ વ્યવહાર વિભાગના મોબાઈલ નંબર વેલિડેશન પ્લેટફોર્મના માધ્યમથી ગ્રાહકોના મોબાઈલ નંબર વેરીફાઈ કરવામાં આવશે.
આ પણ વાંચો : અમદાવાદમાં પોલીસ પતિની હત્યાથી ચકચાર : પત્નીએ જ મોતને ઘાટ ઉતારી પોતે પણ કર્યો આપઘાત, બાળક સામે ખેલાયો ખૂની ખેલ
ડાઉનલોડ અને સર્વિસના ઉપયોગ કરવાના બદલામાં બેંક અને અન્ય સરકારી સંસ્થાને દોઢ રૂપિયો અને ખાનગી કંપનીઓએ ત્રણ રૂપિયા ચુકવવા પડશે. હજુ એ સ્પષ્ટ નથી પરંતુ ભવિષ્યમાં આ રકમ ગ્રાહકો પાસેથી વસુલવામાં આવી શકે છે. સંદેશાવ્યવહાર મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમો અંગે હિત ધારકોએ રજુ કરેલા સૂચનો અને વાંધાવચકા સરકારને મળી ગયા છે અને આવનારા સમયમાં સરકાર નિર્ણય લેશે.
છેતરપિંડી અટકશે
સરકારનું માનવું છે કે, આ નવા નિયમોથી મોબાઈલ મારફત થતી છેતરપિંડી રોકવામાં મદદ મળશે.સાથોસાથ મોબાઈલ એપના દુરુપયોગથી રાષ્ટ્રીય સુરક્ષાના જોખમની શક્યતાઓને પણ ટાળી શકાશે. એવું અનુમાન છે કે, 2025માં સાયબર માફિયાઓ લોકોને 1.02 લાખ કરોડનો ચૂનો લગાડી શકે છે. સરકારને આ નવા નિયમોથી મહેસુલ પણ મળશે.
આ પણ વાંચો : ‘સિરાજ અને કૃષ્ણા’ ની જોડીએ ઓવલમાં કહેર વરસાવ્યો : અત્યંત રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાનો ઈંગ્લેન્ડ સામે શાનદાર વિજય
તો મોબાઈલ ડીએક્ટીવેટ થઇ જશે
મોબાઈલ નંબર વેલિડેશન ( એમ એન. વી)પ્લેટફોર્મે જો કોઈ નંબરને શંકાસ્પદ ગણાવી દીધો હશે તો આવો ફોન ડીએક્ટીવેટ થઇ શકે છે. જો તમે બેંક ખાતા માટે એક જ મોબાઈલ નંબરનો ઉપયોગ કરતા હો તો ઓનલાઈન બેન્કિંગમાં મુશ્કેલી આવી શકે છે. સંભવ છે કે આગળ જતા દરેક બેંક ખાતા માટે અલગ નંબર માંગવામાં આવે કારણ કે તેને એક જ નંબરને વેરીફાઈ કરવા માટે દરેક વખતે રૂપિયા આપવા પડશે. ‘
સમસ્યા
જે પરિવારમાં એક જ મોબાઈલ નંબરનો ઉપયોગ થાય છે તેના માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે. પરિવારના સભ્યો દ્વારા અલગ અલગ કામ માટે ફોનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે આવી સ્થિતિમાં એમ.એન.વી. પ્લેટફોરમેઆવા નંબરને શંકાસ્પદ બતાવી દીધા તો બધાનુ કામ અટકી શકે છે.
મૂંઝવણ
સરકારે એ નથી સ્પષ્ટ કર્યું કે, દરેક મોબાઈલ ધારકે પોતાનો નંબર વેરીફાય કરાવવો ફરજિયાત બનશે કે નહી.પરંતુ ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયાનું કહેવું છે કે, જે ડ્રાફ્ટ ઘડવામાં આવ્યો છે તે મુજબ નવા નિયમોનાં દાયરામાં તમામ મોબાઈલ ધારક ઉપરાંત ડીજીટલ પ્લેટફોર્મ અથવા સેવાઓ આવી જશે.
