દુષ્કર્મના કેસમાં પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદની સજા : પૂર્વ PM દેવગૌડાના પૌત્રને રૂ.11 લાખનો દંડ ફટકારાયો
બેંગલુરુની વિશેષ અદાલતે જનતા દળ (સેક્યુલર)ના નેતા અને હસનના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને દુષ્કર્મના ગંભીર આરોપોમાં દોષિત જાહેર કર્યા છે. કોર્ટે સજાની જાહેરાત માટે 2 ઓગસ્ટ, શનિવારનો દિવસ નક્કી કર્યો છે. કોર્ટના આ ચુકાદા બાદ પ્રજ્વલ રેવન્ના ભાવુક થઈ ગયા અને કોર્ટરૂમમાં જ રડવા લાગ્યા હતા. ત્યારે આજે અદાલત દ્વારા દુષ્કર્મના કેસમાં પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. અન્ય કેસોમાં કુલ 11 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સમગ્ર રકમ પીડિતાને વળતર તરીકે આપવામાં આવશે. સજા આજથી અમલમાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ દુષ્કર્મનો પ્રથમ કેસ હસન જિલ્લાના હોલેનારસીપુરા ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આ કેસ એપ્રિલ 2024માં એક મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર આધારિત છે, જે રેવન્નાના પરિવારના ફાર્મહાઉસમાં ઘરકામ કરતી હતી. આ મહિલાએ આરોપ લગાવ્યો હતો કે 2021થી પ્રજ્વલ રેવન્ના તેની સાથે વારંવાર દુષ્કર્મ કરતા હતા અને તેને ધમકી આપતા હતા કે જો તેણે આ ઘટનાઓની જાણ કોઈને કરી તો તે અશ્લીલ વીડિયો જાહેર કરી દેશે. આ ફરિયાદે રેવન્ના સામેના ગંભીર આરોપોને સામે લાવ્યા અને આ કેસે રાજ્યભરમાં ચર્ચા જગાવી હતી.
Karnataka | Expelled JDS Leader and former Lok Sabha MP Prajwal Revanna sentenced to life imprisonment by the Special Court for People's Representatives in connection with a rape case of a domestic worker at a farmhouse in Holenarasipura in Hassan district
— ANI (@ANI) August 2, 2025
(file pic) pic.twitter.com/YGEVpwzICR
પુરાવા તરીકે સાડી રજૂ કરવામાં આવી હતી
પ્રજ્વલ રેવન્ના સામે નોંધાયેલા દુષ્કર્મના કેસમાં સાડીને કોર્ટમાં મહત્વપૂર્ણ પુરાવા તરીકે રજૂ કરવામાં આવી હતી. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે ભૂતપૂર્વ સાંસદે ઘરેલુ નોકરાણી પર એક વાર નહીં પરંતુ બે વાર બળાત્કાર કર્યો હતો. પીડિતાએ ઘટનાનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો અને તેની પાસે તે સાડી પણ હતી, જે તેણે પુરાવા તરીકે રાખી હતી. તપાસ દરમિયાન, તે સાડી પર શુક્રાણુના નિશાન મળી આવ્યા હતા, જેના કારણે કેસ વધુ મજબૂત બન્યો હતો. આ સાડી કોર્ટમાં નિર્ણાયક પુરાવા તરીકે રજૂ કરવામાં આવી હતી. પ્રજ્વલ રેવન્ના સામે ભારતીય દંડ સંહિતા (IPC) અને IT એક્ટની અનેક કલમો હેઠળ આરોપો ઘડવામાં આવ્યા હતા. કોર્ટે હવે સજાની રકમ જાહેર કરી છે.
આ પણ વાંચો : મેઘરાજા આરામના મૂડમાં : હવે જન્માષ્ટમીએ વરસાદ જમાવટ કરે તેવી શક્યતા, જાણો શું કરી હવામાન વિભાગે આગાહી
તપાસ ટીમે 123 પુરાવા એકત્રિત કર્યા હતા
મૈસુરના કેઆર નગરની ઘરેલુ નોકરાણીની ફરિયાદ પર સીઆઈડી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પ્રજ્વલ રેવન્ના સામે બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે ભૂતપૂર્વ સાંસદે પીડિતા પર બળાત્કાર કર્યો હતો અને તે કૃત્યનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. આ કેસની તપાસ CID ની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા કરવામાં આવી હતી, જેણે લગભગ 2,000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. તપાસ દરમિયાન, ટીમે કુલ 123 પુરાવા એકત્રિત કર્યા હતા.
સાત મહિનામાં ટ્રાયલ પૂર્ણ થઈ
CID ઇન્સ્પેક્ટર શોભા અને તેમની ટીમ દ્વારા તપાસનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું. આ કેસની સુનાવણી 31 ડિસેમ્બર 2024 ના રોજ શરૂ થઈ હતી, જેમાં કોર્ટે 23 સાક્ષીઓની જુબાની નોંધી હતી. આ ઉપરાંત, કોર્ટે વિડીયો ક્લિપ્સના ફોરેન્સિક રિપોર્ટ અને સ્થળના નિરીક્ષણ રિપોર્ટની પણ સમીક્ષા કરી હતી. ટ્રાયલ ફક્ત સાત મહિનામાં પૂર્ણ થઈ હતી અને બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી, સ્પેશિયલ જજ સંતોષ ગજાનન ભટ્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.
