રશિયામાં 8.8 ની તીવ્રતાનો ભૂકંપ : અનેક દેશોમાં સુનામીની ચેતવણી, લાખો લોકોનું સ્થળાંતર,જાપાનમાં પરમાણુ મથક બંધ
બુધવારે ભારતીય સમય મુજબ સવારે 6:55 વાગ્યે રશિયાના પૂર્વીય કામચાટકા દ્વીપકલ્પમાં આવેલા 8.8ની તીવ્રતાના ભયંકર ભૂકંપને કારણે રશિયા, જાપાન અને અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં વિનાશક સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. ભૂકંપની થોડી કલાકો બાદ જ દરિયામાં ઊંચા મોજા ઉછળવાનું શરૂ થયું હતું. સૌથી વધારે અસર રશિયાના સેવેરો-કુરિલ્સ્ક વિસ્તારમાં થઈ હતી, જ્યાં 16.4 ફૂટ ઊંચા મોજાઓ ઉછળ્યા હતા. જાપાનમાં 1.9 મિલિયનથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જાપાનનું ફુકુશિમા પરમાણુ મથક સાવચેતીના પગલારૂપે બંધ કરી દેવામાં આવ્યું હતું. અમેરિકાના હવાઈ રાજ્ય સહિત એલેસ્કા અને કેલિફોર્નિયામાં સુનામીની ચેતવણી રૂપે સાયરન વગાડવામાં આવ્યા હતા.
Watch the waves from yesterday’s M8.8 megathrust earthquake near Russia’s Kamchatka Peninsula roll across seismic stations in North America. Just amazing. pic.twitter.com/x1Ji2akphy
— Nahel Belgherze (@WxNB_) July 30, 2025
યુએસ જિયોલોજિકલ સર્વે અનુસર ભૂકંપનું કેન્દ્ર બિંદુ કામચાટકા દ્વીપકલ્પથી 119 કિલોમીટર પૂર્વ-દક્ષિણપૂર્વ, પેટ્રોપાવલોવ્સ્ક-કામચાટ્સ્કી નજીક 19.3 કિલોમીટરની ઊંડાણ નોંધાવ્યું હતું અને શેલો ડેપ્થને કારણે સુનામીનો ખતરો વધ્યો હતો.આ ભૂકંપ 1952 પછીનો સૌથી શક્તિશાળી ભૂકંપ હતો.
ભૂકંપને પગલે રશિયા, જાપાન, હવાઈ, એલેસ્કા, કેલિફોર્નિયા, ફિલિપાઈન્સ, ચીન, ઈન્ડોનેશિયા, ન્યૂઝીલેન્ડ, ઈક્વાડોર, ચીલી, પેરૂ, મેક્સિકો, ગુઆમ, અમેરિકન સમોઆ સહિતના દેશોમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી.

રશિયા અને જાપાનમાં દરિયો ગાંડોતૂર
રશિયાના સેવેરો-કુરિલ્સ્કમાં 16.4 ફૂટ ઊંચા મોજાઓ ઉછળતા ભારે ભયનો માહોલ છવાયો હતો. દરિયાના મોજાને કારણે બંદર અને માછલી પ્રોસેસિંગ પ્લાન્ટને નુકસાન થયું હતું.લોકો ડરના માર્યા મકાનની છતો ઉપર અને ઊંચાણવાળા વિસ્તારોમાં ચાલ્યા ગયા હતા.
જાપાનના હોક્કાઈડો અને ઈવાટેમાં 4.3 ફૂટના મોજાઓ કિનારા પાર કરીને રહેણાક વિસ્તારોમાં પહોંચી ગયા હતા. જાપાનમાં 220થી વધુ મ્યુનિસિપાલિટીમાં 1.9 મિલિયન લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો. રશિયાના સેવેરો-કુરિલ્સ્કમાં 2,000 રહેવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : ‘દોસ્ત-દોસ્ત’ કહીને ટ્રમ્પે પીઠમાં ખંજર ભોંક્યુ : ભારત ઉપર 25% ટેરિફની જાહેરાત, જાણો દેશમાં કોને પડશે ફટકો ?
અમેરિકાના હવાઈમાં લોકોને ચોથા માળે ચાલ્યા જવાનો આદેશ
સુનામી ને પગલે અમેરિકામાં હવાઈ, એલેસ્કા, કેલિફોર્નિયા, ઓરેગોન, વોશિંગ્ટન, ગુઆમ વગેરે સ્થળે
ચેતવણીના સાયરન વગાડવામાં આવ્યા હતા. બપોર બાદ હવાઈમાં દરિયાએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને 6 ફૂટ ઊંચા મોજા કુછડીયા હતા. હવાઈ રાજ્યના તમામ બંદરો બંધ કરી દેવામાં આવ્યા હતા. અનેક ફ્લાઈટ્સ પણ રદ કરી દેવાઈ હતી. લોકોને ઊંચાઈવાળા સ્થળે અથવા ચોથા માળે ચાલ્યા જવાનો આદેશ આપવામાં આવ્યો હતો. લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. અનેક રસ્તાઓ પર ટ્રાફિક ચાંદની સ્થિતિ સર્જાઈ હતી. કેલિફોર્નિયામાં પણ દરિયામાં પાંચ ફૂટ ઊંચાઈના મોજા ઉછળ્યા હતા.