અમેરિકા જવાનું સપનું જોતા લોકોને ઝટકો : નિયમો બન્યા વધુ કડક, બાળકો અને વૃધ્ધોએ પણ આપવું પડશે ઈન્ટરવ્યુ
અમેરિકા આગામી બીજી સપ્ટેમ્બરથી વિઝાને લગતા નિયમોને વધુ કડક કરવા જઈ રહ્યુ છે. સંભવ છે આ નવા નિયમોને લીધે લોકોને વિઝિટર વિઝાનો સ્લોટ બુક કરાવવામાં થોડી હાલાકી ભોગવવી પડે તેવી શક્યતા છે. નવા નિયમમાં સૌથી મહત્વનો ઈન્ટરવ્યુ છે. અમેરિકા જવા માટે B1/B2 વિઝા માટે અપ્લાય કરનારા તમામ લોકોને ઈન્ટરવ્યુ આપવો પડશે. અત્યારસુધી 14 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકો અને 79 વર્ષથી વધુ ઉંમર ધરાવતા સિનિયર સિટીઝન્સને ઈન્ટરવ્યુમાંથી મુક્તિ આપવામાં આવી હતી પરંતુ આ મુક્તિ પાછી ખેંચવામાં આવી છે.

સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, હવે સિનિયર સિટીઝન્સ અને બાળકોને પણ વિઝા માટે કોન્સ્યુલર ઓફિસર સામે હાજ થવું પડશે. જોકે, જે લોકોને અગાઉ વિઝા મળી ચૂક્યા છે તેવા લોકો પોતાના B1/B2 વિઝા જો એક્સપાયરી ડેટની અંદર-અંદર રિન્યૂ કરાવી લેશે તેમજ પહેલીવાર વિઝા લેનારની ઉંમર 18 વર્ષ હશે તો તેને રિન્યૂઅલ વખતે ઈન્ટરવ્યુ નહીં આપવો પડે.
જોકે, કેસ-બાય-કેસ કોઈને પણ ઈન્ટરવ્યુ માટે બોલાવાઈ શકે છે તેવી સ્પષ્ટતા પણ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત વિઝા રિન્યૂઅલ માટે પણ જે એપ્લિકન્ટ પોતાના દેશમાંથી અપ્લાય કરશે તેમજ જેના વિઝા અગાઉ ક્યારેય રિફ્યુઝ ના થયા હોય અને વિઝા મેળવવાની તમામ પાત્રતા ધરાવતો હશે તેના જ વિઝા ઈન્ટરવ્યુ વિના રિન્યૂ કરાશે.

ભારતમાં B1/B2 વિઝાનું વેઈટિંગ વધીને 999 દિવસના રેકોર્ડ સ્તરને પણ ક્રોસ કરી જતાં અમેરિકાએ નવેમ્બર 2022માં ડ્રોપ બોક્સ વિઝા રિન્યૂઅલનો વ્યાપ વધાર્યો હતો અને લોકોને ઈન્ટરવ્યુ વિના જ ફટાફટ વિઝા રિન્યૂ કરી અપાતા હતા અને ખાસ તો વિઝિટર વિઝા એક્સપાયર થઈ ગયાના એક વર્ષથી લઈને ચાર વર્ષ સુધીનો સમય થઈ ગયો હોય તો પણ ડ્રોપ બોકસ ફેસિલિટી મળતી હતી.
જોકે, હવે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન પ્રિ-કોવિડ નોર્મ્સને પાછા લાગુ કરી ડ્રોપ બોક્સ ફેસિલિટીને મર્યાદિત કરવા જઈ રહ્યું છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર હાલ મુંબઈમાં સાડા નવ મહિનાનું જ્યારે દિલ્હીમાં આઠ મહિનાનું વેઈટિંગ ચાલે છે. જોકે, વિઝિટર અથવા બિઝનેસ વિઝા માટે અપ્લાય કરનારા તમામ લોકોને જો ઈન્ટરવ્યુ આપવો પડશે તો આ વેઈટિંગમાં ખૂબ જ વધારો થાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો : પાકિસ્તાનના હુમલામાં અનાથ થયેલા 22 બાળકોને રાહુલ ગાંધીએ લીધા દત્તક : ગ્રેજ્યુએશન સુધીના શિક્ષણનો તમામ ખર્ચ ઉઠાવશે
સૂત્રોએ આપેલી માહિતી સાચી માનીએ તો હાલના દિવસોમાં વિઝા રિજેક્શન રેટ પણ ઘણો વધી ગયો છે, ખાસ તો જે લોકો માત્ર યુએસના વિઝા મેળવવા માટે થાઈલેન્ડ, મલેશિયા, ઈન્ડોનેશિયા, વિયેતનામ અને દુબઈ જેવા દેશોની ટ્રીપ કર્યા બાદ B1/B2 વિઝા માટે અપ્યાલ કરે છે તેમને હવે સરળતાથી વિઝા નથી મળી રહ્યા. વિઝિટર ઉપરાંત સ્ટૂડન્ટ વિઝામાં પણ રિજેક્શન રેશિયો વધવાની સાથે-સાથે ઇસ્યુ થયેલા કુલ વિઝાની સંખ્યા પણ ઘટી રહી છે.
આ પણ વાંચો : અનુપમાએ એવી રીતે કર્યું તુલસીનું સ્વાગત કે ટ્રોલરને મળી ગયો જવાબ, આજથી શરૂ થશે તમારી ફેવરિટ સિરિયલ ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’
આ ઉપરાંત હાલ સોશિયલ મીડિયા હેન્ડલ્સની પણ તમામ માહિતી માગવામાં આવી રહી છે અને ઘણા લોકોને તો તેના કારણે જ વિઝા આપવાનો ઈનકાર કરાઈ રહ્યો છે કે પછી તેમની એપ્લિકેશન લાંબો સમય પેન્ડિંગ રાખવામાં આવી રહી છે. જોકે, જે લોકો જેન્યુઈન ટ્રાવેલર કે પછી સ્ટૂડન્ટ છે તેમને સરળતાથી વિઝા ઈશ્યૂ થઈ રહ્યા છે