હાય રે કળિયુગ! ‘રાજકોટમાં પિતા જ બન્યો હેવાન’,છ મહિના સુધી 12 વર્ષની પુત્રીનો દેહ પીંખ્યો
રાજકોટના 80 ફૂટ રોડ પર પત્ની, બે પુત્રી અને એક પુત્ર સાથે રહેતા હેવાન પિતાએ 12 વર્ષની કુમળા ફુલ જેવી પુત્રી ઉપર છ-છ મહિના સુધી દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના બનતા સનસનાટી મચી જવા પામી હતી. સગા બાપનું આ કુકર્મ હજુ પણ યથાવત રહ્યું હોત પરંતુ પુત્રીને રૂમમાં પૂરી અડપલાં કરી રહ્યો હતો ત્યારે જ માતા આવી જતા મામલાનો ભાંડાફોડ થયો હતો. જો કે હેવાન પિતા વિરુદ્ધ જેવી પોલીસ ફરિયાદ નોંધાઈ કે તે તુરંત જ નાસી છૂટવામાં સફળ રહેતા તેની શોધખોળ આદરવામાં આવી છે.
આ પણ વાંચો : ભારત-ઇંગ્લેન્ડની ચોથી ટેસ્ટ ડ્રો : બેન સ્ટોક્સે શરૂઆતમાં ડ્રો ઓફર કરી…જાડેજા અને સુંદરે પાડી ‘ના’; કારણ જાણીને તમને લાગશે નવાઈ
આ ચકચારી ઘટનાની વિગતો પ્રમાણે છેલ્લા ચાર વર્ષથી રાજકોટમાં રહેતા આ પરિવારમાં 12 વર્ષની અને અન્ય બાળકો સહિતના વસવાટ કરતા કરે છે. માતા ઘરના કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. હતી જ્યારે પિતા ચોકીદારી કરતો હતો. જો કે તેનામાં રહેલી હવસનો શિકાર તેણે પોતાની 12 વર્ષની પુત્રીને જ બનાવી હતી. તાજેતરમાં જ માતા ઘરકામ કરવા બહાર ગઈ હતી ત્યારે અન્ય સંતાનોની હાજરીમાં જ બાપે 12 વર્ષની બાળકીના શરીર પર અડપલા કરવાનું શરૂ કર્યું હતું. બરાબર આ વેળાએ જ બાળકીની માતા આવી જતા પુત્રી પર તેનો જ બાપ શારીરિક ચેષ્ટા કરી રહ્યાનું જોઈ અવાચક બની ગઈ હતી.
આ પણ વાંચો : 2 દિવસમાં 2 મંદિરમાં નાસભાગ : હરિદ્વારમાં 8 શ્રદ્ધાળુના મોત, યુપીમાં ઔસાનેશ્વર મંદિરમાં 2નાં ઘટનાસ્થળે જ મોત
આ પછી તેણે ડઘાયેલી બાળકીને પૂછતાં તેનો પિતા આવું છેલ્લા છ મહિનાથી કરતો હોવાની કેફિયત આપી હતી અને અત્યાર સુધીમાં તેણે ચારેક વખત બાળકીનું શરીર ચૂછ્યું હોવાની કબૂલાત આપતાં માતા તેને લઈને તાલુકા પોલીસ મથકે દોડી ગઈ હતી અને ત્યાં પીઆઈ હરિપરાને સઘળી હકીકત જણાવી હતી. આ પછી પીઆઈ સમક્ષ રડતાં રડતાં પિતાના કરતૂત જણાવતા હાજર સ્ટાફ પણ ક્રોધિત થયો હતો અને તુરંત જ હેવાન શખસની શોધખોળ શરૂ કરી હતી.
જો કે તે પહેલાં જ રફુચક્કર થઈ જતા તેની સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે. પિતા અડપલા કરી રહ્યા હતો બરાબર ત્યારે જ માતા આવી ન ચડી હોત તો તેની પાપલીલા હજુ પણ યથાવત રહી હોય અને પુત્રી બાપની જ હવસનો ભોગ બની રહી હોત…!
