VIDEO : Google Maps ફરી દગો દીધો! મેપના ભરોસે રહેલી મહિલાની કાર ખાડીમાં ખાબકી, માંડ-માંડ બચ્યો જીવ
ગૂગલ મેપ આજે ખૂબ જ મહત્વ ધરાવતી એપ્લિકેશન બની ગઈ છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ દરેક રસ્તાને જાણતો નથી ત્યારે ગૂગલ મેપ જ તેને રસ્તો બતાવે છે. કોઈ પણ જગ્યાએ પહોંચવું હોય ગૂગલ મેપમાં એડ્રેસ નાખ્યા બાદ તે જ લોકોને લોકેશન અને ડાયરેક્શન બતાવે છે. ત્યારે ઘણીવાર ગૂગલ મેપ જોખમ પણ સાબિત થઈ શકે છે. આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ગૂગલ મેપના કારણે મહિલાની કાર મધરાત્રે સીધી ખાડીમાં પડી ગઈ હતી.
#INDIA: #Mumbai: #GoogleMaps
— CMNS_Media⚔️ #Citizen_Media🏹VEDA 👣 (@1SanatanSatya) July 26, 2025
A big accident happened due to Google Maps. On Friday midnight in Belapur area of Navi Mumbai, a woman's car fell straight into the bay. The woman was driving relying on Google Maps. Fortunately, the marine security police present there showed pic.twitter.com/Oc2ZD11Fqo
શું છે મામલો?
મળતી વિગતો અનુસાર આ ઘટના નવી મુંબઈના બેલાપુર વિસ્તારની છે જ્યાં એક મહિલાની કાર મધરાત્રે સીધી ખાડીમાં પડી ગઈ હતી. મહિલા ગુગલ મેપ પર આધાર રાખીને ગાડી ચલાવી રહી હતી. સદનસીબે, ત્યાં હાજર મરીન સિક્યુરિટી પોલીસે સતર્કતા દાખવતા મહિલાનો જીવ બચી ગયો હતો.
આ પણ વાંચો : New Rules in August : 1 ઓગસ્ટથી UPI-ક્રેડિટ કાર્ડથી લઈને LPG સુધી આ 7 મોટા ફેરફાર તમારા ખિસ્સાને કરશે અસર, જાણો શું બદલાશે
આ ઘટના રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે મહિલા પોતાની કારમાં ઉલ્વે તરફ જઈ રહી હતી. બેલાપુરના ખાડી પુલ પરથી જવાને બદલે, તેણે પુલ નીચેનો રસ્તો અપનાવ્યો, કારણ કે તેણે ગુગલ મેપ પર તે રસ્તો સીધો જોયો હતો. પરિણામે, તેની કાર ધ્રુવતારા જેટી પરથી સીધી ખાડીમાં પડી ગઈ હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં ફરી મેઘરાજા બઘડાટી બોલાવશે : એકસાથે 4 વરસાદી સિસ્ટમ એક્ટિવ થતા હવામાન વિભાગે મેઘતાંડવની કરી આગાહી
આ ઘટના નજીકમાં તૈનાત મરીન સિક્યુરિટી પોલીસને ધ્યાનમાં આવતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. આ અગાઉ પણ ગુગલ મેપના આધારે મુસાફરી કરી રહેલા અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હોવાની ઘટના બની છે.
