ગુજરાતમાં ફરી મેઘરાજા બઘડાટી બોલાવશે : એકસાથે 4 વરસાદી સિસ્ટમ એક્ટિવ થતા હવામાન વિભાગે મેઘતાંડવની કરી આગાહી
ગુજરાતમાં ફરી મેઘરાજા બઘડાટી બોલાવવાના મૂડમાં છે. રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 55.26 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. એકસાથે 4 વરસાદી સિસ્ટમ એક્ટિવ થતા ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે ચાલો જાણીયે ક્યા-ક્યા જિલ્લામાં પડી શકે છે અતિભારે વરસાદ.

હવામાન વિભાગની આગાહી
બંગાળની ખાડીમાં ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવો છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આજે 4 વાગ્યા સુધી માટે 11 જિલ્લામાં યલો એલર્ટ અને 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગામી 3 કલાક ગુજરાત માટે ભારે રહેશે. આ ઉપરાંત આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ રાજ્યના અલગ-અલગ જિલ્લામાં પડી શકે છે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

4 વાગ્યા સુધી યલો એલર્ટ
પોરબંદર, જામનગર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી,કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ
આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
છોટા ઉદેપુર, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ,અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર

26 અને 27 જુલાઈની આગાહી
આજે (26 જુલાઈ) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત અને તાપી જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, નર્મદા, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે, 27 જુલાઈએ પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
આ પણ વાંચો : શું જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટને કહી દેશે અલવિદા? પૂર્વ ભારતીય બેસ્ટમેને કર્યો મોટો દાવો, જાણો શું છે કારણ
આગામી દિવસોમાં વરસાદની સંભાવના
હવામાન વિભાગે આગામી 26, 27 અને 29 જુલાઈએ રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે 27 થી 31 જુલાઈ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો : રેલવે દ્વારા મોટી કાર્યવાહી : 2.5 કરોડ IRCTC યુઝર ID કર્યા ડીએક્ટિવેટ, શું તમારું પણ એકાઉન્ટ થયું બંધ?
ગુજરાતમાં ભૂક્કા બોલાવશે : અંબાલાલ પટેલ
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર 27 જુલાઈ બાદ મેઘરાજા ગુજરાતમાં ભૂક્કા બોલાવશે. ઓગસ્ટ મહિનાની શરુઆત સુધી રાજ્યમાં ભારે વરસાદ પડશે. તેમજ 27 અને 28 જુલાઈએ રાજ્યના કેટલાક ભાગ જળબંબાકાર થશે.
