રેલવે દ્વારા મોટી કાર્યવાહી : 2.5 કરોડ IRCTC યુઝર ID કર્યા ડીએક્ટિવેટ, શું તમારું પણ એકાઉન્ટ થયું બંધ?
હજુ થોડા સમય પહેલા જ રેલવે દ્વારા ટિકિટ બુકીંગના નિયમોના ફેરફાર કર્યો છે. ત્યારે હવે રેલવે દ્વારા એક મોટી કાર્યવાહી પણ કરવામાં આવી છે જેમાં ઓનલાઈન ટિકિટ બુકિંગમાં છેતરપિંડી અટકાવવા માટે એક મોટું પગલું ભરતા, 2.5 કરોડથી વધુ IRCTC યુઝર ID ડીએક્ટિવેટ કરવામાં આવ્યા છે. આ માહિતી કેન્દ્ર સરકારે સંસદમાં આપી હતી. આ નિર્ણય પછી, હવે લોકોને ઓનલાઈન ટિકિટ બુકિંગમાં ઓછી મુશ્કેલી પડશે.

શું છે સમગ્ર મામલો?
સરકારે સંસદમાં સાંસદ એ.ડી. સિંહ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં માહિતી આપી છે કે ટિકિટ બુકિંગ સિસ્ટમમાં અનિયમિતતાઓને રોકવા માટે, IRCTC એ તાજેતરમાં 2.5 કરોડથી વધુ યુઝર આઈડી ડીએક્ટિવેટ કર્યા છે. કારણ કે આ યુઝર આઈડી શંકાસ્પદ મળી આવ્યા હતા. સરકારે જણાવ્યું હતું કે ભારતીય રેલ્વેએ કન્ફર્મ ટિકિટ બુકિંગ અને ડિજિટલને પ્રોત્સાહન આપવા માટે કેટલાક વધુ ફેરફારો કર્યા છે.

આ એકાઉન્ટ્સને ડીએક્ટિવેટ કરવામાં આવ્યા તે પહેલાં, તત્કાલ ટિકિટ બુકિંગમાં ઘણી સમસ્યાઓ હતી. ઘણીવાર એવું જોવા મળતું હતું કે તત્કાલ બુકિંગ વિન્ડો ખુલ્યાની થોડીવારમાં ટિકિટ ગાયબ થઈ જતી હતી, કારણ કે એજન્ટો બોટ્સનો ઉપયોગ કરીને બધી ટિકિટ ગાયબ કરી દેતા હતા, જેના કારણે સામાન્ય મુસાફર ટિકિટ બુક કરી શકતો ન હતો. જોકે, હવે ફેરફાર પછી, રેલ્વે મુસાફરોને મોટી રાહત મળી છે.
આ પણ વાંચો : War 2 Trailer: શું આલિયા ભટ્ટ ઋત્વિક-જુનિયર NTRની ‘War 2’ માં જોવા મળશે? અભિનેત્રીએ પોતે આપ્યો મોટો સંકેત
રેલ્વેએ આ નિયમોમાં ફેરફાર કર્યા
- રિઝર્વ ટિકિટ ઓનલાઈન અથવા કોમ્પ્યુટરાઈઝ્ડ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) કાઉન્ટર પર ‘પહેલા આવો પહેલા મેળવો સેવા’ ના ધોરણે બુક કરી શકાય છે. જોકે, કુલ ટિકિટોમાંથી લગભગ 89% ટિકિટો ઓનલાઈન મોડ દ્વારા બુક થઈ રહી છે.
- PRS કાઉન્ટર પર ડિજિટલ પેમેન્ટ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
- 1 જુલાઈ, 2025 થી, તત્કાલ યોજના હેઠળ ટિકિટો ફક્ત આધાર વેરિફાઈડ યુઝર્સ દ્વારા જ IRCTCની વેબસાઇટ અથવા એપ દ્વારા બુક કરાવી શકાશે.
- એજન્ટોને તત્કાલ રિઝર્વ ખુલ્યાના પ્રથમ 30 મિનિટ દરમિયાન તત્કાલ ટિકિટો બુક કરાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
- ટ્રેનોની વેઈટિંગ લિસ્ટની સ્થિતિનું નિયમિત ધોરણે નિરીક્ષણ કરવામાં આવે છે અને વધારાની માંગને પહોંચી વળવા માટે, ભારતીય રેલ્વે ખાસ ટ્રેનો ચલાવી રહી છે.
આ પણ વાંચો : ભલે ઉહાપોહ થાય, રોષ ફાટી નીકળે પણ હેલમેટનું પાલન કરાવવું જ પડશે : પોલીસ-મનપાના પદાધિકારીઓને ગૃહમંત્રીનો આદેશ
ઈમરજન્સી ક્વોટા અંગે પણ ફેરફારો
સરકારે ઈમરજન્સી ક્વોટા અંગે પણ ફેરફારો કર્યા છે. અગાઉ, ઈમરજન્સી ક્વોટા હેઠળ ટિકિટ બુક કરાવવા માટે અરજી મુસાફરીના દિવસે કરી શકાતી હતી, પરંતુ હવે ઈમરજન્સી ક્વોટા માટે 1 દિવસ અગાઉ અરજી કરવી પડશે. આ ક્વોટા સાંસદો, વરિષ્ઠ અધિકારીઓ, તબીબી કટોકટી અને વરિષ્ઠ નાગરિકો માટે છે.
