166 વર્ષનો થયો આવકવેરા વિભાગ: 27 લાખ કરદાતાઓ સાથે રાજકોટની રેકોર્ડબ્રેક રફતાર
24 જુલાઈ એટલે આજે ઇન્કમટેક્સ ડે તરીકે ઉજવાય છે.આજે 166 વર્ષનું થયું આવકવેરા વિભાગ. દેશનાં નાણાકીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નનરૂપ છે.આ દિવસ 1860માં સર જેમ્સ વીલ્સન દ્વારા ભારતમાં ઇન્કમટેક્સની શરૂઆત કરાઈ હતી.જો કે 1922માં સર્વગ્રાહી આવકવેરા કાયદાએ ખરાં અર્થમાં દેશમાં એક માળખાગત કરવ્યવસ્થા પ્રસ્થાપિત કરી હતી. 1924 માં સેન્ટ્રલ બોર્ડ ઓફ રેવન્યુ એક્ટર દ્વારા આવકવેરાના કાયદા વહીવટ માટે બોર્ડની રચના કરી દરેક પ્રાંત માટે આવકવેરા કમિશનરની નિમણુંક કરવામાં આવી હતી.

આજે 166માં ઇન્કમટેક્સ દિવસની વાત કરીએ છીએ તો રાજકોટ ઇન્કમટેક્સનું પણ યોગદાન દેશની તિજોરી ભરવામાં વિશેષ રહ્યું છે.રાજકોટ આઈ ટી એ છેલ્લા એક દાયકામાં દર દર વર્ષે સીબીડીટી દ્વારા આપેલા ટેક્સ કલેક્શનનાં આંકડાને પાર કરી સીબીડીટી અને નાણામત્રી તરફથી “શાબાશી” મેળવી છે. ટેક્સ કલેક્શન હોય કે સૌ પ્રથમ રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા કરાયેલી હરરાજી આજે’ય સમગ્ર દેશમાં તેને “મોડેલ” તરીકે અપનાવાય છે.રાજકોટ આઈ.ટી.ની શિરમોર સફળતા એ રહી છે કે,4 થી વધુ વખત રાજકોટનાં ટેક્સપેયર ગુજરાતમાં ટેક્સ ચૂકવવામાં ટોપ ટેનમાં રહ્યા છે.વર્ષ 2014 માં રાજકોટનાં રાધિકા જવેલર્સ ત્યાર બાદ વર્ષ 2019માં ગુજરાતનાં નંબર વન કરદાતાનું સન્માન ડોક્ટર અરુણ પટેલ,મૌલેશ ઉકાણીને મળ્યું હતું. તાજેતરમાં રાજકોટ આવકવેરા વિભાગના નવા ચીફ કમિશનર તરીકે સતીશ ગોયલની નિમણુંક થઇ છે.જે આવતા સપ્તાહએ ચાર્જ સંભાળશે.
આ પણ વાંચો : સરધારમાં સરકારી જમીનમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ બની ગયું !તાલુકા સ્વાગતમાં પ્રશ્ન આવતા ભાંડો ફૂટ્યો, અધિકારી ચોંકી ઉઠ્યા
ટફ ટાર્ગેટ પૂરો કરવામાં રાજકોટ ફર્સ્ટ,સીબીડીટી પણ થાબડે છે પીઠ
દેશના અન્ય શહેરોની સરખામણીમાં રાજકોટ નાનું છે, પણ કહેવત છે ને કે “નાનો પણ રાઈનો દાણો” એ મુજબ જ છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ ઇન્કમટેક્સ વિભાગને મળેલો ટફ ટાર્ગેટ પણ પૂર્ણ કરવામાં સફળ રહ્યો છે. નોટબંધી હોય, કોરોનાકાળ કે પછી મંદીનો માર હોય તો પણ રાજકોટ કરદાતાઓએ તેમની પ્રામાણિકતા નિભાવીને નિયમિત રીતે ચૂકવીને ટફ ટાર્ગેટ પૂર્ણ કરવામાં રાજકોટને હંમેશા મોખરે રહ્યું છે.
આ પણ વાંચો : રાજકોટની આર.કે.પ્રાઈમ-2 બિલ્ડીંગ ગેરકાયદેસર ! ખરીદનારા અસામીઓએ ક્લેક્ટરમાં શરતભંગ અંગે કરી ફરિયાદ
રાજકોટ રિજિયનમાં કુલ 64 લાખ પાનકાર્ડ ધારકો
રાજકોટ રિજીયનમાં જામનગર અને સૌરાષ્ટ્ર કચ્છ નો સમાવેશ થાય છે જેમાં વર્ષ 2025 સુધીમાં નોંધાયેલા પાનકાર્ડ ધારકોમાં રાજકોટ 1 માં 57,98,478 અને જામનગર હેઠળ 6,04,496 લોકો પાનકાર્ડ ધરાવે છે.આમ રાજકોટ કમિશનરેટ હેઠળ કુલ 64,02,974 પાનકાર્ડધારકો છે.
ગુજરાતમાં આઈ.ટી.ચુકવતાં કરદાતાઓ 1 કરોડને પાર:5 વર્ષમાં 35 લાખનો વધારો
ગુજરાતમાં ગયા વર્ષે એટલે કે વર્ષ 2024 માં પ્રથમ વખત ઇન્કમટેક્સ કરદાતાઓની સંખ્યા એક કરોડની પાર થઈ ગઈ હતી. વર્ષ 2023 24 માં 1,21,24,228 રિટર્ન ફાઇલ થયા હતા જેમાંથી 39,000 લાખ લોકોએ પ્રથમ વખત રિટર્ન ફાઇલ કર્યું હતું. પાંચ વર્ષમાં ૩૪ કરદાતાઓનો વધારો થયો હતો. જ્યારે રાજકોટની વાત કરીએ તો 27 લાખ પર કરદાતાઓ નોંધાયેલા છે જેમાંથી 1.5 લાખ થી વધુ કરદાતાઓ ટેક્સ ચૂકવે છે.
.મહિલાઓ ટેક્સ ચુકવવામાં આગળ:ગુજરાતમાં 22.50 લાખ મહિલા કરદાતા
ગુજરાતમાં 22.50 લાખ મહિલા કરદાતાઓ નોંધાયેલા છે. ઇન્કમટેક્સ ચૂકવવામાં ગુજરાતની મહિલાઓ દેશમાં બીજું સ્થાન ધરાવે છે. સમગ્ર દેશમાં 2.29 કરોડ મહિલા કરદાતા છે. જેમાં રાજકોટ સૌરાષ્ટ્રની વાત કરીએ તો 30 ટકા મહિલાઓનું ટેક્સ ભરવામાં યોગદાન રહ્યું છે. ગયા વર્ષે પણ ગુજરાત બીજા સ્થાને રહ્યું હતું કે જેમાં સૌથી વધારે મહિલાઓએ ચૂકવ્યો હોય.
166 વર્ષના ઇતિહાસની સૌથી મોટી રેઇડ:10 દિવસ સુધી 3 ડઝન મશીનથી 24 કલાક રૂપિયા ગણ્યા હતા…!!
ઇન્કમટેક્સનાં ઇતિહાસની સૌથી મોટી રેઇડ ઓડિશામાં એક ગ્રુપ પર 6 ડિસેમ્બર 2023માં પાડી હતી.આ દરોડા દરમિયાન કુલ 351 કરોડની રોકડ મળી આવી હતી.નોટ ગણવા માટે 3 ડઝન મશીન મંગાવ્યા હતા.10 દિવસ અધિકારીઓ એ 24 કલાક નોટ ગણવાની કામગીરી કરી હતી.કહેવાય છે કે આવકવેરાની અત્યાર સુધીની સૌથી મોટી રેઇડ હતી.જેમાં 165 આવકવેરા વર્ષ નિમિતે નાણામંત્રી નિર્મલા સીતા રમણએ અને સીબીડીટીએ આ સર્ચ ઓપરેશનના અધિકારીઓનું સન્માન કર્યું હતું.
