રાજકોટ સિટી-રૂરલના બુટલેગરો વચ્ચે ગેંગવોર ! પોલીસની મીઠી નજર કે અજાણ? જાણો શું છે સમગ્ર મામલો
રાજકોટ રૂરલ પોલીસની હદના મેટોડામાં બુટલેગરો કે ધંધાર્થીઓને ખુલ્લેઆમ છૂટ કે બૈખૌફ હોય તે રીતે ચોકકસ પોઇન્ટ, હોટલો પર માંગો તે બ્રાન્ડનું પીણું કે સવલત કોઈ રોકટોક વીના મળી રહેતી હોવાની ચર્ચા વચ્ચે પોલીસની કદાચ મીઠી નજર હોય કે અજાણ હોય પરંતુ રાજકોટ સિટી પોલીસ એરીયાના બુટલેગર ગેંગ મેટોડાની એક હોટલ પર જઈ ચડી હતી અને રાજકોટ સિટી તથા રૂરલ (મેટોડા વિસ્તાર)ના બુટલેગરો વચ્ચે ગેંગવોર થઈ હતી. બંને ગેંગ આમને સામને આવી ગઈ હતી. હથિયારો ઉડયા, હોટલમાં વાહનોમાં તોડફોડ થઈ કેટલાક ઘવાયા પણ હતા. જો કે ગત સપ્તાહની સરાજાહેર ઘટનામાં હજુ કયાંય પોલીસ ચોપડે માથાકૂટ નોંધાઈ નથી.
આ પણ વાંચો : જન્માષ્ટમીએ વેકેશન માણવાનું સૌરાષ્ટ્રવાસીઓનું બજેટ વધી જશે : ગોવાની ફ્લાઇટના ભાવ આસમાને પહોંચ્યા
સિટી-રૂરલની બંને ગેંગ વચ્ચે ધંધાકીય હરિફાઈ અને ભાવફેરમાં વોર છેડાઈ હોવાની ચર્ચા છે. શહેર-ગ્રામ્યના બૂટલેગરોની ગેંગ વચ્ચે થયેલી બબાલની ચર્ચાની વિગતો મુજબ મેટોડામાં ત્રણ અક્ષરધારી એક હોટલ પર સંભવત ગત ગુરૂવારે રાજકોટ સિટીના તાલુકા, યુનિવર્સિટી વિસ્તારના લાલો સહિતના બૂટલેગરો ફોર્ચ્યુનર, સ્કોર્પિયો જેવી એસયુવી તથા એક થાર કારમાં 20થી વધુ શખસો અને હથિયારો સાથે પહોંચ્યા હતા. હોટલની અંદર તથા બહાર ખૂલ્લાપાંગણમાં શોખીનો, પયાસીઓ માટે બેઠક વ્યવસ્થા સાથેની સવલતો અપાતી હતી ની ચર્ચા હતી. જે સ્થળે પોલીસે નહીં પરંતુ રાજકોટના બૂટલેગરોએ હથિયારો સાથે ધમાલ મચાવી હતી. એકાદને હાથમાં તલવાર જેવુ હથિયાર અને અન્યને પણ ઈજા થઈ હતી. હોટલનાં સ્થળે બઘડાટી બોલી હતી.
આ પણ વાંચો : કોણ બનશે નવા ઉપરાષ્ટ્રપતિ? જગદીપ ધનખડના નું રાજીનામું મંજૂર, ઉપરાષ્ટ્રપતિની રેસમાં આ વ્યક્તિનું નામ સૌથી આગળ, જાણો કઈ રીતે થાય છે પસંદગી
મેટોડામાં ખૂલ્લી છૂટ જેવા વાતાવરણ વચ્ચે ચાલતા ડખ્ખામાં અચાનક જ રાજકોટ સિટીના આવી ચડેલા બૂટલેગરોને જોઈને ત્યાં હાજર સ્થાનિક ધંધાર્થીઓએ પણ અન્યોને બોલાવી લીધા હતા. કહેવાય છે કે જાહેરમાં જ ધીંગાણા જેવો માહોલ થઈ પડ્યો હતો. મેટોડાની બૂટલેગર ગેંગે પણ વળતો પ્રહાર કર્યો હતો. રાજકોટથી આવેલી કારના કાચ તોડી ફોડી નાખ્યા હતા. કારમાં નુકસાન પહોંચાડયું હતું. હૂમલા, તોડફોડ બાદ રાજકોટની બૂટલેગર ગેંગ ત્યાંથી વાહનોમાં પરત ફરી હતી. ચર્ચાતી વિગતો મુજબ બંને પક્ષે કેટલાકને ઇજા થઇ હતી જેમા એક ધંધાર્થીને તો હાથમાં તલવાર લાગી જતાં આંગળાઓ કપાયા કે લટકી ગયા હતાની પણ ચર્ચા છે.એવી પણ ચર્ચા છે. મારામારી થઈ કે નથી થઈ, રાજકોટના ઈસમો મેટોડા આવ્યાને ડખ્ખો કાર્યો આવું કોઈ હજુ સુધી કયાંય પોલીસ ચોપડે આવ્યુ નથી માટે અત્યારે તો ઉપરોકત બધી ચર્ચા કે અફવાઓ જ માનવી પડે.
આ પણ વાંચો : રાજકોટમાં ખાનગી કોલેજની આફ્રિકન વિદ્યાર્થિની કુંવારી માતા બની : દેહ વ્યાપાર અંગેના વિવાદ વચ્ચે ચકચારી ઘટના
એક પોલીસમેનનો ભત્રીજો કે નજીકના પણ સામેલની ચર્ચા!
રાજકોટ સિટીની બુટલેગર ગેંગે મેટોડામચં ત્રણ કારમાં રાત્રે આવીને હોટલ કે આવા સ્થળે પહોંચી કરેલી સશસ્ત્ર મારામારી, તોડફોડની ઘટનામાં એ સમયે મેટોડાના ધંધાર્થીઓ સાથે જોગીના રાજ જેવા એક પોલીસમેનનો ભત્રીજો કે નજીકનો પરિવારજન ત્યાં હાજર હતો. છેકે મેટોડામાં અસીમ, સૂર્ય જેવુ નામ તથા ભોલા અપ્પુ પપ્પુ જેવા નમધારી ધંધાર્થીઓ પર રૂરલ પોલીસમાં સુર્યના તેજ જેવા ગણાતા એક વહિવટદાર તેમજ મેટોડાના રમતા જોગી રાજની લાખેણી લીલીઝંડી કે મીઠી નજર છે. જો આવુ સત્ય હોય અને ઉચ્ચ અધિકારીઓ અજાણ હોય તો પણ આશ્ચર્ય કહેવાય. ઉપરીઓની જ હા માં હા હશે ? આવી ચર્ચા છે.
આ પણ વાંચો : ‘પાર્કિંગ’નાં નામે ઉઘાડી લૂંટ નહિ ચાલે : રાજકોટ એરપોર્ટ પર 12 મિનિટ સુધી પિકઅપ & ડ્રોપ ફ્રી, જાણો 30 મિનિટથી 2 કલાક સુધીનો ચાર્જ
ભાવફેર અને ખૂલ્લેઆમ ધંધાના કારણે માથાકુટ
રાજકોટ શહેરને અડીને આવેલા મેટોડા તથા રાજકોટ શહેરમાં ધંધાર્થીઓ વચ્ચે ભાવફેરના પણ ડખ્ખા હોવાની ચર્ચા છે. મેટોડામાં ટીન 250માં તો રાજકોટમાં 350 થી 400 જેવા ગ્રાહક એ મુજબ મેટોડામાં બોટલ 900ની તો સિટીમાં એજ બોટલ 1200થી મળે જેથી ગ્રાહકો મેટોડા તરફ સસ્તુ હોવાથી ત્યાં ખસી ગયા અને ત્યાઃ હોટલ કે આવા સ્થળે બેસવા સુધીનો પણ પ્રબંધ મળી રહે કોઇ ડર નહી. આવા કારણોસર રાજકોટના કાલાવડ રોડ તરફના ધંધાર્થીઓને ધંધામાં માર પડયો હોવાથી અને મેટોડા ખુલ્લેઆમ ધંધાના કારણે માથાકૂટ વકર્યાથી બુટલેગર આલમમાં ચર્ચા ચાલી હોવાનું જાણવા મળે છે.
