જગદીપ ધનખડનું ઉપરાષ્ટ્રપતિ પદેથી અચાનક રાજીનામું : કોંગ્રેસના નેતા જયરામ રમેશે રાજીનામાં અંગે કર્યો મોટો દાવો
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આપેલા પત્રમાં આરોગ્ય સંબંધી કારણો અને તબીબી સલાહનો હવાલો આપીને રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.ધનખડે રાજીનામા પત્રમાં લખ્યું છે કે, મને સંસદના માનનીય સભ્યોનો સ્નેહ, વિશ્વાસ અને સમ્માન મળ્યું છે, તે જીવનભર હૃદયમાં યાદ રહેશે. તેમણે પોતાના ઉપરાષ્ટ્રપતિ કાર્યકાળને યાદ કરીને કહ્યું કે, આપણા મહાન લોકશાહી તંત્રમાં મને ઉપરાષ્ટ્રપતિ તરીકે જે અનુભવ અને દ્રષ્ટિકોણ મળ્યો છે, તે માટે હું આભારી છું. ભારતના આર્થિક વિકાસ અને અભૂતપૂર્વ પરિવર્તનવાળા સમયનું સાક્ષી બનવું મારા માટે સૌભાગ્યની વાત છે.

ભારતના વૈશ્વિક ઉદય-ઉજ્જવળ ભવિષ્ય પર વિશ્વાસ વ્યક્ત કર્યો
આ સાથે તેમણે ભારતના વૈશ્વિક ઉદય અને ઉજ્જવળ ભવિષ્ય પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.તેમના રાજીનામા પત્રમાં, ધનખડે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેબિનેટના સભ્યો દ્વારા મળેલા સહયોગ અને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો છે. તેમણે સંસદના તમામ સભ્યો તરફથી મળેલા સ્નેહ અને વિશ્વાસને પણ યાદ કર્યો. આ રાજીનામાંથી ઉપરાષ્ટ્રપતિ પદની પેટાચૂંટણી યોજવાની જરૂરિયાત ઊભી થશે અને તે દેશના ટોચના બંધારણીય પદોમાં એક મહત્વપૂર્ણ ફેરફાર દર્શાવે છે. તેમનું રાજીનામું સંસદના ચોમાસુ સત્રના પ્રારંભિક દિવસે જ આવ્યું છે.

નડ્ડા અને રિજિજુ બેઠકમાં હાજર ન રહેવા અંગે ઉઠાવાયેલા પ્રશ્નો
કોંગ્રેસના મહાસચિવ (સંચાર પ્રભારી) જયરામ રમેશે ‘X’ પર લખ્યું, ‘ગઈકાલે બપોરે 12:30 વાગ્યે, જગદીપ ધનખડે રાજ્યસભાની વ્યાપાર સલાહકાર સમિતિ (BAC) ની અધ્યક્ષતા કરી. ગૃહના નેતા જેપી નડ્ડા અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ સહિત મોટાભાગના સભ્યો આ બેઠકમાં હાજર રહ્યા હતા. ટૂંકી ચર્ચા પછી, સમિતિની આગામી બેઠક ફરીથી 4:30 વાગ્યે યોજવાનું નક્કી કરવામાં આવ્યું. સાંજે 4:30 વાગ્યે, સમિતિના સભ્યો ધનખડની અધ્યક્ષતામાં બેઠક માટે ફરીથી ભેગા થયા. બધા નડ્ડા અને રિજિજુની રાહ જોતા રહ્યા, પરંતુ તેઓ આવ્યા નહીં.’

‘વ્યક્તિગત રીતે એવું કહેવામાં આવ્યું ન હતું કે બંને મંત્રીઓ બેઠકમાં નહીં આવે’
તેમણે આગળ લખ્યું, ‘સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે ધનખડને વ્યક્તિગત રીતે કહેવામાં આવ્યું ન હતું કે બંને મંત્રીઓ બેઠકમાં નહીં આવે. સ્વાભાવિક રીતે, તેમને આ વાતનું ખરાબ લાગ્યું અને તેમણે BAC ની આગામી બેઠક આજે બપોરે 1 વાગ્યા સુધી મુલતવી રાખી.’
कल दोपहर 12:30 बजे श्री जगदीप धनखड़ ने राज्यसभा की कार्य मंत्रणा समिति (BAC) की अध्यक्षता की। इस बैठक में सदन के नेता जेपी नड्डा और संसदीय कार्य मंत्री किरेन रिजिजू समेत ज़्यादातर सदस्य मौजूद थे। थोड़ी देर की चर्चा के बाद तय हुआ कि समिति की अगली बैठक शाम 4:30 बजे फिर से होगी।…
— Jairam Ramesh (@Jairam_Ramesh) July 22, 2025
‘આની પાછળ કેટલાક ઊંડા કારણો છે’
જયરામે લખ્યું, ‘એ સ્પષ્ટ છે કે ગઈકાલે બપોરે 1 વાગ્યાથી 4:30 વાગ્યાની વચ્ચે કંઈક ગંભીર બન્યું હશે, જેના કારણે જેપી નડ્ડા અને કિરેન રિજિજુ જાણી જોઈને સાંજની બેઠકમાં હાજર રહ્યા ન હતા. હવે ખૂબ જ આઘાતજનક પગલું ભરતા, જગદીપ ધનખડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કારણ તેમના સ્વાસ્થ્યને ગણાવ્યું છે. આપણે તેમનું સન્માન કરવું જોઈએ, પરંતુ સત્ય એ પણ છે કે આ પાછળ કેટલાક ઊંડા કારણો છે.’
આ પણ વાંચો : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ધરપકડ!? ટ્રમ્પે AI વિડિયો કર્યો શેર , FBIએ તેમને કોલર પકડીને નીચે ફેંક્યા
‘વિપક્ષને જગ્યા આપવાનો પ્રયાસ કર્યો’
તેમણે વધુમાં કહ્યું કે ધનખરે 2014 પછી હંમેશા ભારતની પ્રશંસા કરી, પરંતુ તે જ સમયે ખેડૂતોના હિત માટે ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો. તેમણે જાહેર જીવનમાં વધતા ઘમંડની ટીકા કરી અને ન્યાયતંત્રની જવાબદારી અને સંયમની જરૂરિયાત પર ભાર મૂક્યો. વર્તમાન ‘G2’ સરકાર દરમિયાન પણ, તેમણે શક્ય હોય ત્યાં સુધી વિપક્ષને જગ્યા આપવાનો પ્રયાસ કર્યો.
‘તેઓ નિયમો, પ્રક્રિયાઓ અને શિષ્ટાચારનું કડક પાલન કરતા હતા’
અંતે, જયરામ રમેશે કહ્યું કે તેઓ નિયમો, પ્રક્રિયાઓ અને શિષ્ટાચારના કડક પાલન કરતા હતા. તેમને લાગ્યું કે તેમની ભૂમિકામાં આ બાબતોને સતત અવગણવામાં આવી રહી છે. જગદીપ ધનખડનું રાજીનામું તેમના વિશે ઘણું બધું કહી જાય છે. તે એવા લોકોના ઇરાદા પર પણ ગંભીર પ્રશ્નો ઉભા કરે છે જેમણે તેમને ઉપરાષ્ટ્રપતિ પદ સુધી પહોંચાડ્યા હતા.
