અંજારમાં મહિલા ASIની હત્યા થતા પોલીસબેડામાં ખળભળાટ : ઉગ્ર ઝઘડો થતા CRPFમાં ફરજ બજાવતા પ્રેમીએ જ ઢીમ ઢાળી દીધું
કચ્છના અંજાર શહેરમાં એએસઆઈ મહિલા પોલીસની ગળેટુંપો આપીને હત્યા કરી દેવાયાનો ચકચાર બનાવ પ્રકાશમાં આવ્યો છે. સીઆરપીએફમાં ફરજ બજાવતા પૂરૂષ મિત્રએ જપારિવારિક ઝઘડામાં આ હત્યા કરી હતી. અને પછી સામે હાજર થઈને પોલીસ મથકે જાણ કરી હતી.

પુર્વ કચ્છના એસ પી સાગર બાગમારે જણાવ્યુ હતું કે અંજાર પોલીસ મથકમાં ફરજ બજાવતા અરૂણાબેન નુટભાઈ જાદવ. ( ઉ.વ. 25)ની તેમના જ મિત્ર દિલીપ ડાંગચિયાએ હત્યા કરી હતી. મૃતક અંજારની ગંગોત્રી સોસાયટી 2 ખાતે રહેતા હતા જ્યાં ગત રાત્રે બન્ને જણા વચ્ચે પારીવારીક બાબતોને લઈ ઝગડો થયો હતો. જેને પગલે ઉશ્કેરાયેલા આરોપીએ ગળેટુપો આપીને અરૂણાબેનની હત્યા નિપજાવી હતી. હત્યા કર્યા બાદ આરોપી સામેથી પોલીસ મથકે હાજર થયો હતો.
આ પણ વાંચો : રાજકોટમાં એક રાતમાં 3 મકાનને નિશાન બનાવનાર તસ્કર ગેંગ પકડાઇ : 33 ગુના ધરાવતા 3 સહિત 4 લોકોને પોલીસે દબોચ્યા
પોલીસ સુત્રોએ જણાવ્યુ હતુ કે મૃતક અરૂણાબેન સુરેન્દ્રનગરના દેરવાડાના વતની છે જયારે આરોપી હાલ સીઆરપીએફમાં મણીપુર ખાતે ફરજ બજાવે છે. આરોપી અને ભોગ બનનાર આસપાસના ગામના હોવાથી તેમના વચ્ચે સંબંધ હતો. બન્ને જણાના લગ્ન્ સંબંધે બંધાવાના હતા પણ ગત રાત્રે પારીવારીક ઝઘડાએ આ સ્વરૂપ ધારણ કર્યું હતું.
આ પણ વાંચો : રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 11,520 ફલાઈટમાં 25 વાર પક્ષીઓની ‘ટક્કર’: આ વર્ષે બગલાં દેખાયાં, જાણો બર્ડહિટ ક્યારે થાય છે?
મળતી માહિતી અનુસાર 25 વર્ષીય મહિલા પોલીસ આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અરૂણા નટુભાઇ જાદવ અને તેના પ્રેમી એવા સીઆરપીએફના જવાન દિલીપ ડાંગચિયા અંજારમાં મહિલાના ઘરે ગંગોત્રી સોસાયટીમાં હતા. સુત્રો મુજબ તેઓ આગામી સમયમાં લગ્ન કરવાના હતા અને તેનું આયોજન ચાલી રહ્યું હતું.
આ દરમિયાન, કંઇ બોલાચાલી થવાના લીધે મામલો બિચક્યો હતો. દિલીપે મગજ ઉપરનો કાબૂ ગુમાવ્યા બાદ તેણે અરૂણનું ગળું દબાવી નાખ્યું હતું. હત્યા કર્યા બાદ તે પોલીસ મથકમાં સરન્ડર થઇ ગયો હતો. હાલમાં તે મણિપુરમાં સીઆરપીએફમાં જવાન તરીકે ફરજ બજાવે છે. આ મામલે અંજાર પોલીસે તપાસ શરૂ કરી છે.