ED Notice Google Meta : EDનો Google-Meta પર સકંજો: બેટિંગ એપને પ્રોત્સાહન આપવા મામલે ફટકારી નોટિસ
ઓનલાઈન સટ્ટાબાજી કેસમાં મોટા પાયે તપાસ ચાલી રહી છે ત્યારે ભારતીય તપાસ એજન્સીએ સટ્ટાબાજી એપ કેસમાં વિશ્વની બે મોટી કંપનીઓ પર સકંજો કડક કરી દીધો છે. આ કેસમાં ગુગલ અને મેટા પર ગંભીર આરોપો લગાવીને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ આ બે બહુરાષ્ટ્રીય કંપનીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. EDએ ગુગલ અને મેટા પર સટ્ટાબાજી એપને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. હવે આ બે કંપનીઓના પ્રતિનિધિઓએ તપાસ એજન્સી સમક્ષ હાજર થવું પડશે અને માત્ર પ્રશ્નોના જવાબ આપવા જ નહીં, પરંતુ પોતાનો પક્ષ પણ રજૂ કરવો પડશે. તમને જણાવી દઈએ કે. આમાં ઝડપી કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

બંને કંપનીઓએ સટ્ટાબાજી એપ્સને પ્રોત્સાહન આપ્યું
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઓનલાઈન સટ્ટાબાજી એપ્સ સંબંધિત કેસોની તપાસના સંદર્ભમાં ગુગલ અને મેટાને નોટિસ ફટકારી છે. એજન્સીનો આરોપ છે કે આ બંને કંપનીઓએ સટ્ટાબાજી એપ્સને પ્રોત્સાહન આપ્યું હતું અને તેમના ડિજિટલ પ્લેટફોર્મ પર તેમની જાહેરાતો અને વેબસાઇટ્સને પ્રાધાન્ય આપ્યું હતું.

21 જુલાઈના રોજ પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું
સૂત્રો અનુસાર, ગુગલ અને મેટા પર આ સટ્ટાબાજી એપ્સને પ્રોત્સાહન આપવા અને તેમના પ્લેટફોર્મ પર ઓનલાઈન સટ્ટાબાજીની જાહેરાતો અને વેબસાઇટ્સને મુખ્ય રીતે મૂકવાનો આરોપ છે. હવે ED એ બંને કંપનીઓના પ્રતિનિધિઓને 21 જુલાઈના રોજ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે.

સટ્ટાબાજી સામે ED કાર્યવાહીમાં
આ સમગ્ર કેસમાં પહેલીવાર છે કે ભારતમાં કાર્યરત કોઈ મોટી ટેક કંપનીને સટ્ટાબાજી જેવા કેસોમાં સીધી રીતે જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. ED ની આ કાર્યવાહી ઓનલાઈન સટ્ટાબાજી સામે ચાલી રહેલા વ્યાપક અભિયાનનો એક ભાગ છે, જેમાં ઘણા મોટા નામો અને ડિજિટલ પ્લેટફોર્મની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : રાજકોટના લોકમેળામાં ચકડોળ ચાલશે કે નહીં? સરકારે કલેકટર-કમિશનરને SOPમાં છૂટછાટ માટેની આપી સત્તા
ED ના આ પગલાથી ખબર પડે છે કે તપાસ હવે મોટા પાયે થઈ રહી છે. આ પહેલા પણ, ઘણા ફિલ્મ સ્ટાર્સ અને સોશિયલ મીડિયા પ્રભાવકો ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્સને પ્રોત્સાહન આપવા બદલ તપાસ હેઠળ આવી ચૂક્યા છે.