SMCના PSI સચિન શર્માનું હાર્ટ એટેકથી મોત : દરોડા દરમિયાન છાતીમાં દુખાવો થતા અચાનક ઢળી પડયા,પોલીસ બેડામાં શોક
વર્તમાન સમયમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે અનેક લોકો હૃદયરોગના હુમલાને કારણે જીવ ગુમાવે છે ત્યારે ભાવનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સ્ટેટ મોનટરિંગ સેલ(SMC)નાં PSIનું હાર્ટએટેકથી મોત થતા પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ છે. તેમને છાતીમાં અચાનક દુખાવો થયા બાદ તેઓ બેભાન થઇ ગયા હતા જે બાદ તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : શું સિનિયર પાયલોટની ભૂલના કારણે પ્લેન થયું ક્રેશ? અમદાવાદ વિમાન દુર્ઘટના મામલે વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં નવો ધડાકો
ભાવનગર દરોડા દરમિયાન થયું મોત
ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલના PSI સચિન શર્માનું ભાવનગરમાં મોત નીપજ્યું હતું. ભાવનગરમાં રેડ દરમિયાન અચાનક છાતીમાં દુખાવો ઉપડતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેઓ સનેસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડવા આવ્યા હતા તે દરમિયાન તેમને છાતીમાં દુખાવો ઉપડતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું છે, મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.ઘટનાની જાણ થતા જ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા.
આ પણ વાંચો : વિરાટ કોહલી જ જવાબદાર! બેંગલુરુ ભાગદોડ કેસમાં કર્ણાટક સરકારે રિપોર્ટ રજૂ કર્યો, ગંભીર બેદરકારીનો કર્યો ઉલ્લેખ
PSIના નિધનથી પોલીસબેડામાં ગમગીની છવાઈ છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ભાવનગર બાતમીના આધારે દરોડા પાડવા માટે આવી હતી તે સમયે આ દુઃખદ ઘટના સામે આવી હતી. અચાનક જ સ્ટેટ મોનિટરિંગ સેલના પી.એસ.આઇ સચિન શર્મા બેભાન થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ PSIના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. સચિન શર્માના નિધનથી પરિવારનો શોકમાં ગરકાવ થઇ ગયો છે તેમજ પોલીસબેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.
