રાજકોટમાં કાળમુખા ડમ્પરે વિદ્યાર્થીનીનો ભોગ લીધો : હનુમાન મઢી ચોક નજીક બની ઘટના, દીકરીના પરિજનોનું હૈયાફાટ રુદન
રાજકોટમાં ફરી એકવાર બેફામ રફતારનો જોવા મળ્યો છે. ત્યારે શહેરમાં ફરીવાર ડમ્પર કાળ બનીને ત્રાટક્યો હતો. કાળમુખા ડમ્પરે એક્ટીવાને હડફેટે લેતા એક વિદ્યાર્થીનીનો ભોગ લીધો છે. ત્યારે અકસ્માત થતાં ઘટનાસ્થળે લોકો ઉમટ્યા હતા. વિદ્યાર્થીની પોતાની મિત્ર સાથે એક્ટીવામાં કોલેજે જઇ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. દીકરી કાળનો કોળિયો થાત પરિવારજનો પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. હાલ વિદ્યાર્થીનીને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
મળતી વિગતો અનુસાર આ ઘટના રાજકોટના હનુમાન મઢી વિસ્તારની છે જ્યાં બેફામ દોડતા ડમ્પરે વિદ્યાર્થીનો ભોગ લીધો હતો. જુહી તરુણભાઈ નળીયાપરા (ઉંમર વર્ષ 20, રહે બજરંગવાડી સર્કલ, શેરી નંબર 12, રાજકોટ) અને નિશા મેરુભાઈ રાણંગા (ઉં. વ. 20, રહે. નંદનવન સોસાયટી, શેઠનગરની બાજુમાં, જામનગર રોડ, રાજકોટ) આજરોજ સવારના 7:30 વાગ્યે એક્ટિવામાં કોલેજે જતા હતા નિશા એક્ટિવા ચલાવતી હતી અને જુહી એકટીવામાં પાછળ બેઠી હતી. દીકરી સવારે કોલેજ જવા માટે નીકળી હતી. પિતા તેને મૂકીને પરત આવ્યા અને દીકરીને આ અકસ્માત નડ્યો હતો. ડમ્પર સ્થળ પર જ મુકી ચાલક ફરાર થઈ ગયો હતો.પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો અને ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.
આ પણ વાંચો : સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારાના ઘરે પારણું બંધાયું : કપલે બેબી ગર્લનું કર્યું વેલકમ,HN રિલાયન્સ હોસ્પિટલમાં થઈ નોર્મલ ડિલિવરી

કણસાગરા કોલેજમાં ત્રીજા વર્ષમાં બી. કોમમાં અભ્યાસ
જુહી નળિયાપરા કણસાગરા કોલેજમાં ત્રીજા વર્ષમાં બી. કોમમાં અભ્યાસ કરતી હતી . પરિવારજનોના કહેવા મુજબ જુહીના પિતા તેને શિતલપાર્ક સુધી મૂકવા ગયા હતા અને ત્યારબાદ તેણી પોતાની મિત્ર સાથે એકટીવા ઉપર કોલેજે જઈ રહી હતી તે જ સમયે ડમ્પરે એક્ટીવાને હડફેટે લેતા 20 વર્ષીય વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે. ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના પરિજનો પહોંચ્યા હતા. દીકરીના પરિજનોનું આક્રંદ કાળજું કંપાવી નાખે તેવું હતું.