VIDEO : ગુજરાતમાં બ્રિજ તૂટવાની વધુ એક ઘટના, માંગરોળના આજક ગામે જર્જરિત બ્રિજનું સમારકામ વખતે સ્લેબ ધરાશાયી
ગુજરાતમાં ગંભીરા બ્રિજની દુર્ઘટના બની જેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા જે બાદ તમામ બ્રિજની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા હતા ત્યારે રાજ્યમાં વધુ એક બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે. જેમાં માંગરોળમાં જર્જરિત બ્રિજનું સમારકામ શરૂ કરાયું કરવામાં આવ્યું હતું અને સ્લેબ અચાનક ધરાશાયી થતાં 8થી વધુ લોકો 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા. જો આ બનાવમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો છે.
કોઈ દુર્ઘટના બને પછી જ એક્શન લેવાની જાણે તંત્રને ટેવ પડી ગઈ હોય એમ વડોદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તમામ જિલ્લાના બ્રિજની તપાસ કરવાના અને જર્જરિત બ્રિજનું સમારકામ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા ત્યારે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામ પાસે બ્રિજ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી જેમાં આત્રોલી ગામથી કેશોદ તરફ જતા માર્ગ પર આવેલા પુલનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો જો આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પુલ ધરાશાયી થવાનો વિડીયો થયો વાયરલ
આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે જે જેમાં જોઈ શકાય છે કે હીટાચી મશીન સહિત 8થી વધુ લોકો નદીમાં ખાબક્યા હતા જો સદનસીબે તમામ લોકોનો જીવ બચી ગયો હતો.ઘટનાસ્થળે હાજર ટીમ દ્વારા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ત્યારે મહત્વની વાત તો એ છે કે પુલ જર્જરિત હાલતમાં છે ત્યારે અહી કામ કરતાં મજૂરો જીવના જોખમે પુલનું સમારકામ કરી રહ્યા છે અહી કોઈ દુર્ઘટના સર્જાઇ તો જવાબદાર કોણ?
આ પણ વાંચો : VIDEO : સાઉથની ફિલ્મના શૂટિંગ દરમિયાન દુ:ખદ ઘટના : એસએમ રાજુનું લાઈવ સ્ટંટ સીન દરમિયાન નીપજ્યું મોત

આ પુલ 20 થી 22 વર્ષ જૂનો
આત્રોલીથી કેશોદ તરફ જવાના રસ્તે આવેલો બ્રિજ 20 થી 22 વર્ષ જૂનો છે. ત્યારે આ મામલે ગામના સરપંચ દ્વારા કહેવામાં આવ્યું હતું કે નવો પુલ બનાવવા માટે જૂનો બ્રિજ તોડવામાં આવી રહ્યો હતો. જોકે આ દરમિયાન જ દુર્ઘટના સર્જાઈ ગઇ હતી કેમ કે બીજી સાઈડથી બ્રિજ તૂટી પડ્યો હતો.