9 જુલાઈએ ભારત બંધ : દેશના 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચનું એલાન, જાણો શું છે કર્મચારીઓની માંગણી?
9 જુલાઈના રોજ બેંકિંગ, પોસ્ટલ સેવાઓ, ખાણકામ, બાંધકામ અને પરિવહન જેવા સરકારી ક્ષેત્રોના 25 કરોડથી વધુ કર્મચારીઓ દેશવ્યાપી સામાન્ય હડતાળ પર છે. દેશના 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના એક સંયુક્ત મંચ દ્વારા ભારત બંધનું એલાન અપાયું છે. દેશને એક દિવસમાં જ કરોડો રૂપિયાની ખોટ જવાની ભીતિ છે. સરકારની કેટલીક નીતિઓ સામે આક્રોશ અને વિરોધ કરવા બંધનું એલાન અપાયું છે.

ભારત બંધને કારણે દેશમાં જાહેર સેવાઓમાં મોટો વિક્ષેપ પડવાની ધારણા છે, જ્યારે શાળાઓ અને ખાનગી કચેરીઓ ખુલ્લી રહેવાની શક્યતા છે. જો કે બેન્કિંગ કામકાજ બંધ રહેશે. પોસ્ટલ અને વીમા સેવાઓ પણ બંધ રહેશે.
આ યુનિયનોનો આરોપ છે કે સરકાર આર્થિક અને શ્રમ સુધારાને આગળ વધારી રહી છે જે શ્રમિકોના અધિકારોને નબળા પાડે છે, સામૂહિક સોદાબાજીને દબાવતા અને નોકરીની સ્થિતિને વધુ ખરાબ કરતા આર્થિક અને શ્રમ સુધારાઓને આગળ ધપાવી રહી છે, આ બધું વ્યવસાય કરવામાં સરળતાના નામ પર કરવામાં આવી રહ્યું છે.

ભારત બંધ શા માટે ?
યુનિયનોના જણાવ્યા મુજબ ભારત બંધ બોલાવવાનું કારણ, કામદારોની સલામતીને નુકસાન પહોંચાડતી શ્રમ નીતિઓ, સામૂહિક સોદાબાજી અને હડતાળ જેવા અધિકારોને ઘટાડતા ચાર નવા શ્રમ સંહિતા, બેરોજગારી અને ફુગાવામાં વધારો. સ્વાસ્થ્ય સેવાઓ, શિક્ષણ અને નાગરિક સુવિધાઓમાં કાપ. યુવાનોને નોકરી આપવાને બદલે સરકાર નિવૃત્ત લોકોની ભરતી કરે છે. આ બધા મુદ્દા નડે છે.
આ પણ વાંચો : Bigg Bossને 1 નહીં પણ 4 હોસ્ટ મળશે, 5 મહિના સુધી મળશે નોનસ્ટોપ મનોરંજન, સિઝન 19ને લઈને આવ્યું મોટું અપડેટ
કર્મચારીઓની માંગણીઓ શું છે ?
- કર્મચારીઓએ સરકાર પાસે ચાર શ્રમ સંહિતા પર રોક લગાવવાની માંગ કરી છે.
- કામદારોને યુનિયન બનાવવા અને હડતાળ કરવાનો અધિકાર પુનઃસ્થાપિત કરો.
- વર્ષથી ઓછી ઉંમરના માટે અને જે ભારતમાં વસ્તીના 65% છે તેમના માટે વધુ રોજગારની તકો હોવી જોઈએ.
- મનરેગા વેતન વધારો અને તેને શહેરી વિસ્તારોમાં વિસ્તૃત કરો.
- જાહેર આરોગ્ય, શિક્ષણ અને નાગરિક સેવાઓને મજબૂત બનાવો.