લેન્ડરથી બહાર આવ્યું રોવર, કામ ચાલુ
ચંદ્રયાન -3 માટે આવનારા 14 દિવસ ખૂબ મહત્વના છે. રોવર હવે લેન્ડરની બહાર આવી ગયું છે અને કામગીરી શરૂ કરી દીધી છે અને તેના તરફ નજર મંડાઇ ગઈ છે. 14 દિવસ બાદ અંધારું એટલે કે રાત પડી જશે અને સતત 14 દિવસ રાત જ રહશે.
રોવર હવે ચાંદની સપાટી પર ફરશે. ઇસરોને રોવર અને લેન્ડર પાસેથી જે જાણકારી મળશે તે 14 દિવસ સુધી જ હશે આ બધા દિવસો દરમિયાન રોવર અને લેન્ડર પૂરી સક્રિયતા સાથે કામે વળગેલા રહશે. માહિતીઓ મોકલતા રહશે. 14 દિવસ બાદ ચાંદ પર રાત પડી જશે. રાત થતાં જ અહીં અધિક ઠંડી પડશે. હવે રોવર રાસાયણિક સંરચના, માટી અને ચટ્ટાનોની ચકાસણી કરશે.
હવે ચિંતા એ પણ છે કે વિક્રમ અને પ્રજ્ઞાન માત્ર ધૂપમાં જ કામ કરી શકે છે. માટે તેઓ 14 દિવસ બાદ નિષ્ક્રિય થઈ જશે. જો બંને 14 દિવસ બાદ સલામત રીતે કામ કરતાં રહશે તો ઇસરો માટે તે બોનસ ગણાશે.
ચંદ્રયાન -3 પૃથ્વી પર પાછું નહીં ફરે તેમ પણ ઇસરો કહે છે. રોવર અને લેન્ડર બની શકે કે થોડા દિવસ બાદ કામ નહીં કરે છતાં તે ચંદ્રમા પર જ રહશે. 14 દિવસ સુધી ચાંદની સપાટીની જાણકારી ઇસરોને મળતી રહશે. રોવર પાસેથી મળનારી જાણકારી વધુ મહત્વની છે કારણ કે તે ચાંદની સપાટી પર આગળ વધતું રહે છે.