India Cricket Schedule : ટીમ ઈન્ડિયા જૂલાઈમાં 4 ટેસ્ટ, 4 ટી-20 અને 3 વન-ડે રમશે, જુઓ સંપૂર્ણ શેડ્યૂલ
આજથી જૂલાઈ મહિનો શરૂ થયો છે ત્યારે આ મહિનામાં ભારતીય ક્રિકેટ ટીમનો કાર્યક્રમ પણ ભરચક્ક રહેવાનો છે. ટીમ ઈન્ડિયા એક મહિનાની અંદર ચાર ટેસ્ટ, ચાર ટી-20 અને ત્રણ વન-ડે મુકાબલા રમશે. શુભમન ગીલની આગેવાનીમાં 2 જૂલાઈથી ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ મેચ તો આજે મહિલા ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામે બીજી ટી-20 મેચ રમવા ઉતરશે.
આ પણ વાંચો : રાજકોટના લક્ષ્મીનગર-રામપાર્કમાં વરસતાં વરસાદે ડામરકામ : મેયરનો ‘રૂક જાવ’નો આદેશ !
ભારતીય પુરુષ અને મહિલા એમ બન્ને ક્રિકેટ ટીમ અત્યારે ઈંગ્લેન્ડમાં છે. પુરુષ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 સત્રની પોતાની પહેલી શ્રેણી રમી રહી છે તો મહિલા ટીમ પાંચ ટી-20 મેચની શ્રેણી રમી રહી છે. આ પછી ત્રણ મેચની વન-ડે શ્રેણી પણ રમાશે જે આગામી વર્લ્ડકપની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વની છે.
ટીમ ઈન્ડિયા મેન્સ (પુરુષ) ટીમ 2થી 6 જૂલાઈ દરમિયાન બીજી ટેસ્ટ, 10થી 14 જૂલાઈ વચ્ચે ત્રીજી, 23થી 27 જૂલાઈ વચ્ચે ચોથી અને 31 જૂલાઈથી 4 ઑગસ્ટ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ સામે રમશે. આ જ રીતે મહિલા ટીમ ઈંગ્લેન્ડ સામે આજે 1 જૂલાઈએ બીજી, શુક્રવારે 4 જૂલાઈએ ત્રીજી, બુધવારે 9 જૂલાઈએ ચોથી અને શનિવારે 12 જૂલાઈએ પાંચમી ટી-20 મેચ રમશે. જ્યારે 16 જૂલાઈથી વન-ડે શ્રેણી શરૂ થશે જે 22 જૂલાઈ સુધી ચાલશે.
ભારતીય પુરુષ ક્રિકેટ ટીમનું શિડ્યૂલ
2 જુલાઈથી 6 જુલાઈ
ભારત VS ઇંગ્લેન્ડ બીજી ટેસ્ટ
સ્થળ: એજબેસ્ટન
સમય: બપોરે 3.30 વાગ્યે શરૂઆત
10 જુલાઈથી 14 જુલાઈ
ભારત VS ઇંગ્લેન્ડ ત્રીજી ટેસ્ટ
સ્થળ: લોર્ડ્સ
સમય: બપોરે 3.30વાગ્યે શરૂઆત
૨૩ જુલાઈથી ૨૭ જુલાઈ
ભારત VS ઇંગ્લેન્ડ ચોથી ટેસ્ટ
સ્થળ: ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ
સમય: બપોરે 3.30 વાગ્યે શરૂઆત
31 જુલાઈથી 4 ઓગસ્ટ
ભારત VS ઇંગ્લેન્ડ પાંચમી ટેસ્ટ
સ્થળ: ધ ઓવલ
સમય: બપોરે 3.30 વાગ્યે શરૂઆત
ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું શિડ્યૂલ
મંગળવાર, 1 જુલાઈ
ભારત VS ઇંગ્લેન્ડ બીજી ટી20આઈ
સ્થળ: સીટ યુનિક સ્ટેડિયમ
સમય: રાત્રે 11:00 વાગ્યે
શુક્રવાર, 4 જુલાઈ
ભારત VS ઇંગ્લેન્ડ ત્રીજી ટી20આઈ
સ્થળ: ધ ઓવલ
સમય: રાત્રે 11.05 વાગ્યે
બુધવાર, 9 જુલાઈ
ભારત VS ઈંગ્લેન્ડ ચોથી ટી20
સ્થળ: ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ
સમય: રાત્રે 11:00 વાગ્યે
શનિવાર, 12 જુલાઈ
ભારત VS ઈંગ્લેન્ડ પાંચમી ટી20
સ્થળ: એજબેસ્ટન
સમય: રાત્રે 11:05 વાગ્યે
બુધવાર, 16 જુલાઈ
ભારત VS ઈંગ્લેન્ડ પહેલી વનડે
સ્થળ: ધ એજીસ બાઉલ
સમય: સાંજે 5.30 વાગ્યે શરૂઆત
શનિવાર, 19 જુલાઈ
ભારત VS ઈંગ્લેન્ડ બીજી વનડે
સ્થળ: લોર્ડ્સ
સમય: બપોરે 3.30 વાગ્યે શરૂઆત
મંગળવાર, 22 જુલાઈ
ભારત VS ઈંગ્લેન્ડ ત્રીજી વનડે
સ્થળ: રિવરસાઇડ ગ્રાઉન્ડ
સમય: સાંજે 5.30 વાગ્યે શરૂઆત