સાઉદી અરબ અને ઈરાન સહિત છ દેશોને બ્રિક્સમા મળ્યું સ્થાન
ભારત, દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલ, ચીન અને રશિયાના સભ્યપદવાળા બ્રિક્સ સંગઠનમાં હવે નવા 6 દેશોને સામેલ કરવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ઈજિપ્ત, ઈથિયોપિયા, આર્જેન્ટિના, સાઉદી અરબ અને ઈરાનને BRICS સંગઠનમાં સામેલ કરવામાં આવ્યા છે. નવા સભ્યો જોડાયા બાદ આ સંગઠનને બ્રિક્સ પ્લસ કહેવાશે.
1 જાન્યુઆરી 2024થી સભ્યપદ લાગુ થશે
માહિતી અનુસાર દ.આફ્રિકાના રાષ્ટ્રપતિએ જણાવ્યું કે આ દેશોનું સભ્યપદ 1 જાન્યુઆરી, 2024થી લાગુ પડશે. ભૌગોલિક ફેક્ટરને નવા સભ્યોની ચૂંટણી દરમિયાન સૌથી વધુ મહત્ત્વ અપાયું છે. તેના માધ્યમથી એવો પ્રયાસ કરાયો છે કે બ્રિક્સની અંદર પ્રાદેશિક સંતુલન જળવાઈ રહે.
માહિતી અનુસાર બ્રિક્સ સંગઠનમાં ચીન તેના સમર્થક દેશોને સામેલ કરવા માગતું હતું જેથી આ સંગઠનને જી-7 વિરુદ્ધ ઊભું કરવામાં આવી શકે. જોકે ભારતે તેના ઈરાદાઓ પર પાણી ફેરવી નાખ્યું. બ્રિક્સમાં સામેલ તમામ દેશો સાથે ભારતના ઘણા સારા સંબંધો છે.
