શું અમદાવાદમા ક્રેશ વિમાનનું બ્લેક બોક્સ અમેરિકા મોકલાશે? સરકારે આ મામલે કરી સ્પષ્ટતા, જાણો શું છે સમગ્ર મામલો
2 જૂનના રોજ અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનના ‘બ્લેક બોક્સ’ને લઈને એક ચિંતાજનક સમાચાર જાહેર થયાં હતા. પ્લેન ક્રેશમાં બ્લેક બોક્સને ઘણું નુકશાન થયું છે અને તેને રિપેરિંગ માટે અને તેમાંથી ડેટા લેવા માટે તેને અમેરિકા મોકલાઈ રહ્યું છે તેવા અહેવાલ મળ્યા હતા ત્યારે આ મામલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે (MoCA) આ અહેવાલોને ફગાવીને સ્પષ્ટતા કરી છે કે, AAIBના મૂલ્યાંકન બાદ ફ્લાઈટ રેકોર્ડર બ્લેક બૉક્સના ડિકૉડિંગ માટે સ્થળની પસંદગીનો નિર્ણય લેવામાં આવશે.

શું બ્લેક બૉક્સનો ડેટા મેળવવા માટે તેને વિદેશમાં મોકલવામાં આવશે?
વિવિધ મીડિયા રિપોર્ટ અનુસાર, બ્લેક બૉક્સને ડિકૉડ કરવા માટે લખનઉ નજીક HAL સુવિધા, યુનાઇટેડ સ્ટેટ્સમાં NTSB, યુનાઇટેડ કિંગડમમાં સિવિલ એવિએશન ઓથોરિટી અથવા સિંગાપોર મોકલી શકે છે. પરંતુ નાગરિક ઉડ્ડયન મંત્રાલયની સ્પષ્ટતા બાદ સંકેત મળી રહ્યો છે કે, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી ભારતમાં જ હાલમાં જ શરૂ કરવામાં આવેલી લેબ ખાતે તેનું ડિકૉડિંગ કરી શકે છે. હાલમાં જ એપ્રિલમાં AAIBએ તેના હેડક્વાર્ટર દિલ્હી ખાતે ડિજિટલ ફ્લાઈટ ડેટા રેકોર્ડર અને કોકપીટ વોઈસ રેકોર્ડ લેબનું ઉદ્ધાટન કર્યું હતું. આ લેબ નવ કરોડના ખર્ચે તૈયાર થઈ હતી.

‘બ્લેક બોક્સ’ વાસ્તવમાં બે ઉપકરણો છે
‘બ્લેક બોક્સ’ વાસ્તવમાં બે ઉપકરણો છે – કોકપિટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર ક્રેશ થયેલી એર ઇન્ડિયા ફ્લાઇટમાંથી મળેલ ‘બ્લેક બોક્સ’ વોશિંગ્ટન ડીસીમાં નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડને નિરીક્ષણ માટે મોકલી શકાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો ‘બ્લેક બોક્સ’ યુએસ મોકલવામાં આવે છે, તો ભારતીય અધિકારીઓની એક ટુકડી બ્લેક બોક્સ સાથે રહેશે જેથી ખાતરી કરી શકાય કે બધા પ્રોટોકોલનું પાલન થયું છે.

અમદાવાદમાં 12 જુને પ્લેન ક્રેશ થયું તેના 28 કલાક બાદ એર ઇન્ડિયાની ફ્લાઇટમાંથી ‘બ્લેક બોક્સ’ મળી આવ્યું હતું .બ્લેક બોક્સમાં રહેલો ડેટા અને ઓડિયો એ સમજવામાં મદદ કરે છે કે આ દુર્ઘટના બની તેની પહેલા વિમાનમાં શું થયું હતું. પાયલોટે શું નિર્ણય લીધો હતો? શું તેમાં કોઈ ટેકનિકલ ખામી હતો ? કે પછી કોઈ હ્યુમન એરરના લીધે આ ભૂલ થઈ છે.
આ પણ વાંચો : આરોપીની અંધશ્રદ્ધાએ નિર્દોષ લોકોના જીવ લીધા : SMCના PIના માતા-પિતાની હત્યાના કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો
શું હોય છે બ્લેક બોક્સ ?
બ્લેક બોક્સ એક એવું ડિવાઇસ છે કે દરેક એર ક્રાફ્ટમાં હોય છે અને તેની અંદર ફ્લાઇટની ઉડાન દરમિયાનની દરેક મહત્ત્વપૂર્ણ ગતિવિધિઓ અને દરેક વાતચીતને રેકોર્ડ કરે છે. આ બ્લેક બોક્સ કોકપિટમાં પાયલોટ વચ્ચે થયેલી વાતને પણ રેકોર્ડ કરે છે. જો કે એ વાત અગત્યની છે કે આ બ્લેક બોક્સ નામ ધરાવતું ડિવાઇસ ખરેખર નારંગી રંગનું હોય છે. બ્લેક બોક્સનો રંગ ઓરેન્જ હોય છે. એનું કારણ એ છે કે આવી કોઈ દુર્ઘટના થાય ત્યારે સરળતાથી શોધી શકાય માટે તેનો કલર બ્રાઇટ ઓરેન્જ એટલે કે નારંગી રાખવામાં આવે છે.