અમેરિકામાં આ 12 દેશના નાગરિકોને નો-એન્ટ્રી : ટ્રમ્પે પ્રવેશ પ્રતિબંધ જારી કર્યો, અન્ય 7 દેશોના નાગરિક પ્રવેશ પર આંશિક અંકુશ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 12 દેશોના નાગરિકો પર અમેરિકામાં પ્રવેશવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગતાં એક્ઝિક્યુરિટી ઓર્ડર પર બુધવારે હસ્તાક્ષર કર્યા હતા. સાથે જ સાત દેશોના નાગરિકોના પ્રવેશ પર આંશિક અંકુશ મૂકવામાં આવ્યો હતો. આ દેશો “સ્ક્રીનિંગ અને વેટિંગમાં ખામીયુક્ત” જણાયા હોવાનું અને યુનાઇટેડ સ્ટેટ્સ માટે ખૂબ જ ઉચ્ચ જોખમ ધરાવતા હોવાનું વ્હાઈટ હાઉસે કારણ આપ્યું હતું. સંપૂર્ણપણે પ્રતિબંધિત રાષ્ટ્રમાં સાત દેશો મુસ્લિમ બહુમતી ધરાવે છે.
ટ્રમ્પે તાજેતરમાં કોલોરોડા ખાતે યહૂદી સમુદાયના લોકો પર એક ઇજિપ્તના નાગરિકે કરેલા ફાયર એટેકની ઘટનાનો ઉલ્લેખ કરી અને કહ્યું કે યોગ્ય રીતે વેટ ન કરાયેલા દેશના નાગરિકો અમેરિકા માટે જોખમ સર્જી શકે છે.તેમણે બુધવારથી જ અમલમાં આવી જાય તે રીતે અફઘાનિસ્તાન, મ્યાનમાર, ચાડ, રિપબ્લિક ઓફ કોંગો, ઇક્વેટોરિયલ ગિની, એરિટ્રિયા, હૈતી, ઈરાન, લિબિયા, સોમાલિયા, સુદાન અને યેમેન સહિત 12 દેશોના નાગરિકોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો હતો.
આ પણ વાંચો : બેંગલુરૂ નાસભાગ કેસ : RCB વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ, FIRમાં બેદરકારીનો ઉલ્લેખ, મૃતકોના પરિજનોને 10 લાખનું વળતર આપશે RCB
આ ઉપરાંત બુરુન્ડી, ક્યુબા, લાઓસ, સિએરા લિયોન, ટોગો, તુર્કમેનિસ્તાન અને વેનેઝુએલાથી આવતા મુલાકાતીઓ પર અને વિઝા પર આંશિક પ્રવેશ પ્રતિબંધો લાગુ કર્યા હતા. તેમાં B-1, B-2, F, M અને J કેટેગરી ધરાવતા ઇમિગ્રન્ટ અને નોન-ઇમિગ્રન્ટ વિઝા ધારકોનો સમાવેશ થાય છે.
પ્રથમ કાર્યકાળ દરમિયાન ટ્રમ્પે ” મુસ્લિમ બેન ” લગાવ્યો હતો
ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન સાત મુસ્લિમ રાષ્ટ્રોના નાગરિકોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો હતો. તેમનું આ પગલું “મુસ્લિમ બેન” તરીકે પ્રખ્યાત બન્યું હતું. તેમાં ઈરાન, ઈરાક,લિબિયા, સોમાલિયા, સુદાન, સીરિયા અને યેમેનનો સમાવેશ કરાયો હતો.