કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટનું ધમાકેદાર ડેબ્યૂ : યુઝર્સે કહ્યું-એક્ટ્રેસે કરી મલ્લિકા શેરાવતની નકલ
78મા કાન અભિનેત્રી આલિયા ભટ્ટે શાનદાર ડેબ્યૂ કર્યું છે જેની તસવીરો વાયરલ થતી જોવા મળી રહી છે. શિયાપારેલી ક્રીમ ગાઉનમાં સજ્જ, ગંગુબાઈ અભિનેત્રીએ તેના લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું. તેણી ઇક્રુ ચેન્ટીલી લેસથી બનેલા ઓફ-શોલ્ડર આઉટફિટમાં પ્રખ્યાત રેડ કાર્પેટ પર ચાલતી જોવા મળી હતી. જેમાં ઓર્ગેન્ઝા અને ઇનેમલ ફૂલોની ભરતકામ કરવામાં આવ્યું હતું. કસ્ટમ સોફ્ટ ન્યુડ બોડીકોન વર્ઝન, જે હેમ પર ટ્યૂલ રફલ્સથી સજાવવામાં આવ્યું હતું, તેને ફેશનિસ્ટા તરફથી ખૂબ જ પસંદ કરવામાં આવ્યું.

આલિયા ભટ્ટે પોતાની એન્ટ્રીથી ફેન્સને ચોંકાવ્યા
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે તાજેતરમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની એન્ટ્રીથી બધાને ચોંકાવી દીધા હતા. અગાઉ એવા અહેવાલો હતા કે પહેલગામ હુમલા અને દેશમાં ચાલી રહેલા ઓપરેશન સિંદૂરને કારણે અભિનેત્રી પોતાનો કાન પ્રવાસ રદ કરી શકે છે. પરંતુ તેણે ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર અભિનેત્રી પ્રિન્સેસ સ્ટાઇલના સફેદ ગાઉનમાં જોવા મળી હતી. હવે અભિનેત્રીનો આ લુક મલ્લિકા શેરાવતનો કોપી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આલિયા મલ્લિકાના ગાઉનની નકલ?
આલિયાનો જ્વેલરી લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. ત્યારે લોકો તેણીને મલ્લિકા શેરાવત સાથે સરખાવવા લાગ્યા છે. લગભગ 8 વર્ષ પહેલાં 2017 માં, મલ્લિકા શેરાવતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આવા જ ફ્લોરલ સ્ટાઇલનો ગાઉન પહેરીને પ્રવેશ કર્યો હતો. તે સમયે, અભિનેત્રીનો ગાઉન લેબનીઝ ડિઝાઇનર જ્યોર્જ હોબેકા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. હવે આવી જ શૈલીમાં, આલિયા ભટ્ટ કાનના રેડ કાર્પેટ પર જોવા મળી હતી. તેણીએ શિયાપારેલીના સમર કલેક્શનનો ગાઉન પહેર્યો હતો જે મલ્લિકાના ગાઉન જેવો જ દેખાય છે. આલિયાની એન્ટ્રી પછી, સોશિયલ મીડિયા યુઝર્સ તેના ડિઝાઇનર ગાઉનને મલ્લિકા શેરાવતના ગાઉનની નકલ કહી રહ્યા છે.

યુઝરે બંનેના લુક કર્યા શેર
એક ઇન્સ્ટાગ્રામ પેજ પર મલ્લિકા અને આલિયાના લુક્સ શેર કરવામાં આવ્યા છે જેના પર યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘તેણે જાહ્નવી કપૂર પાસેથી ફેશન શીખવી જોઈએ’, બીજા યુઝરે લખ્યું, ‘બંનેના દેખાવમાં ઘણી સમાનતા છે, બંનેના ગળાના ડિઝાઇન, નેટ અને સ્લીવ્ઝના ઉપયોગમાં ફરક છે’, બીજા યુઝરે લખ્યું, ‘આલિયા ફક્ત નકલ કેવી રીતે કરવી તે જાણે છે’, બીજા યુઝરે લખ્યું, ‘મલ્લિકાએ આ કમાલ કરી’.
At Screening and opening gala during 70th annual #cannesfilmfestival2017 #majesticbarriere #goergeshobeika @dessangeparis @messikajewelry pic.twitter.com/dpS1a5hyOC
— Mallika Sherawat (@mallikasherawat) May 18, 2017
આલિયા ભટ્ટનું વર્કફ્રન્ટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આલિયા ભટ્ટની પ્રોડક્શન ફિલ્મ જિગરા ફ્લોપ થયા બાદ, અભિનેત્રી હવે તેની અન્ય ફિલ્મોનું શૂટિંગ કરી રહી છે. તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે આલિયા, રણબીર કપૂર અને વિકી કૌશલે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ના પહેલા શેડ્યૂલનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મ માર્ચ 2026 માં રિલીઝ થઈ શકે છે.