જમ્મુ, પંજાબ, રાજસ્થાનમાં પાકનો મિસાઇલ-ડ્રોન હુમલાનો પ્રયાસ નિષ્ફળ : ભારતે આપ્યો જડબાતોડ જવાબ, લાહોર પર હુમલો
ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે ઘર્ષણ વધ્યું છે. આ વચ્ચે ગુરુવારે રાત્રે પાકિસ્તાન તરફથી ફરી એકવાર હુમલાનો રાજસ્થત સ્વિસ એરિસ્ટ્રિપ, પંજાબ અને મિસાઈલો અને ડ્રોન ભારતે તોડી પાડયા હતા. પાકના ફાઈટર જેટ પણ ભારતના શૂરવીરોએ તોડી પાડયા હતા. આ સાથે ભારતે એર ડિફેન્સ સિસ્ટમ પણ એક્ટિવ કરી દીધી હતી. જમ્મુ કાશ્મીરમાં મોબાઈલ નેટવર્ક કામ નથી કરી રહ્યા. અહીંના લોકોને ઘરમાં રહેવાની અપીલ કરાઈ હતી. આ અંગે પૂર્વ ડીજીપી એસપી વૈદ્ય દ્વારા માહિતી આપવામાં આવી હતી. બીજી તરફ પાકિસ્તાને પોતાના મોટા એરપોર્ટ બંધ કરી દીધા છે. કચ્છ ભુજમાં પણ બ્લેક આઉટ જાહેર કરાયું હતું.
જમ્મુ એરપોર્ટ પર રોકેટ ફેંકાયું: સામસામો ગોળીબાર
પાકિસ્તાને અત્યાર સુધી ભારતના સૈન્ય ઠેકાણાઓ પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. પાકિસ્તાને પઠાણકોટ, ઉધમપુર, કઠુઆ, સાંબા અને કાલૂ ચાકમાં સૈન્ય ઠેકાણાઓ પર ડ્રોનથી હુમલાનો પ્રયાસ કર્યો, જેણે ભારતીય સેનાએ તોડી પાડ્યા છે. જમ્મુ યુનિવર્સિટીની પાછળના ગેટ નજીક ભારતીય સેનાએ પાકિસ્તાનના ત્રણ ડ્રોન તોડી પાડ્યા છે. જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે. જમ્મુ એરપોર્ટ પર રોકેટ ફેંકાયું હતું. જો કે, કોઈ નુકસાની થઈ ન હતી. ભારત-પાક. વચ્ચે અનેક સ્થળે સામસામો ગોળીબાર થયો હતો.
ભારતની 4 એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ : પાક.ની તમામ મિસાઇલના ભૂક્કા
પકિસ્તાન તરફથી ડ્રોન હુમલાના પ્રયાસના પગલે ભારતની ૪ એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરી દેવાઈ છે. S-400, L-70, ZSU-23 અને શિલ્કા એર ડિફેન્સ સિસ્ટમ હાલ તૈનાત કરી દેવાઈ છે. પાકિસ્તાનના ડ્રોન એટેકને ભારતની એર ડિફેન્સ સિસ્ટમ આકાશમાં ઇન્ટરસેપ્ટ કરી રહી છે, એટલે કે ભારતની મિસાઈલ સિસ્ટમ આ ડ્રોનને આકાશમાં જ તોડી પાડી રહી છે. ભારતનું કાઉન્ટર ડ્રોન સિસ્ટમ પણ એલર્ટ છે. સુરક્ષા એજન્સીઓએ પુષ્ટિ કરી છે કે, જમ્મુ એરપોર્ટ, સાંબા, આરએસ પુરા, અરનિયા અને પાડોશી વિસ્તારોમાં પાકિસ્તાનથી 8 મિસાઈલો છોડવામાં આવી અને તમામને S-400 દ્વારા તોડી પડાઈ છે.
ભારતીય સેનાએ વીડિયો શેર કરી આપી જાણકારી
ભારતીય સેનાએ આ વિશે વીડિયો શેર કરી માહિતી આપતા લખ્યું કે, ‘પાકિસ્તાની સશસ્ત્ર દળોએ 8 અને 9 મે 2025ની મધ્ય રાત્રે સમગ્ર પશ્ચિમી સરહદે ડ્રોન અને અન્ય હથિયારોના ઉપયોગથી હુમલા કર્યા. પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર અનેક વાર સીઝફાયરનું ઉલ્લંઘન પણ કર્યું. જોકે તેના ડ્રોન હુમલાઓને અસરકારક રીતે નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા અને CFVsને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. ભારતીય સેના રાષ્ટ્રની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે. તમામ નાપાક ઇરાદાઓનો બળપૂર્વક જવાબ આપવામાં આવશે.