વાઘા-અટારી બોર્ડર બંધ થવાથી ડ્રાયફ્રૂટ્સનાં ભાવ કેમ વધે છે?
કાબુલ/કંધારથી પાકિસ્તાનના ટોર્ખમ/ચમન બોર્ડર અને ત્યાંથી લાહોર, કરાંચીથી અમૃતસર,સૌથી સસ્તો અને ઝડપી માર્ગ:હવે બોર્ડર બંધ થતાં અફઘાન વેપારીઓને ભાડું અને સંગ્રહ ખર્ચ વધ્યો, આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ અફઘાનિસ્તાનના ખેડૂતો માટે ભારત સૌથી મોટું બજાર છે:જાણો ખાસ અહેવાલ
વાઘા-અટારી બોર્ડર એટલે સુકામેવા માટેનો જીવનદાયી માર્ગ .અફઘાનિસ્તાન વિશ્વના શ્રેષ્ઠ શુષ્ક નટ્સ ઉત્પાદકોમાં ગણાય છે , જેમ કે અંજીર (Figs) ,બદામ (Almonds) કિશમિશ (Raisins) ,ખુબાની (Apricots) , ચિલગોઝા (Pine Nuts)અફઘાનિસ્તાન જમીનથી ઘેરાયેલો દેશ હોવાથી, પાકિસ્તાનના રસ્તે ભારત સુધી નટ્સ આવે છે
જેમાં ટ્રક દ્વારા કાબુલ/કંધારથી પાકિસ્તાનના ટોર્ખમ/ચમન બોર્ડર સુધી માલ પહોંચે છે ત્યાંથી લાહોર-કારાચી માર્ગે વાઘા બોર્ડર સુધી વાઘા બોર્ડરથી અમૃતસર, ભારત..આ છે સૌથી સસ્તો અને ઝડપી માર્ગ. બીજું વિકલ્પ છે ઇરાનના ચાબહાર પોર્ટ કે હવાઇ માર્ગ — જે ખૂબ જ મોંઘું પડે છે.
બોક્સ….બોર્ડર બંધ થાય ત્યારે શું અસર પડે?
પુરવઠામાં તાત્કાલિક ઘટાડો (દિલ્હી, મુંબઈ, અમદાવાદ, હૈદરાબાદ જેવા બજારમાં),આયાતકાર અને અફઘાન વેપારીઓ વચ્ચેના કરાર ખોરવાય, અફઘાન વેપારીઓને ભાડું અને સંગ્રહ ખર્ચ વધે
નટ્સના ભાવમાં કેવી રીતે વધારો થાય?
| અફઘાન બદામ | બંધ પહેલાં ભાવ(₹/કિ.ગ્રા.) – ₹650–700 | બંધ પછી ભાવ (₹/કિ.ગ્રા.) – ₹850–950 |
| કિશમિશ | બંધ પહેલાં ભાવ(₹/કિ.ગ્રા.) – ₹250–280 | બંધ પછી ભાવ (₹/કિ.ગ્રા.) – ₹350–400 |
| અંજીર | બંધ પહેલાં ભાવ(₹/કિ.ગ્રા.) – ₹900–1000 | બંધ પછી ભાવ (₹/કિ.ગ્રા.) – ₹1250–1350 |
| ચિલગોઝા | બંધ પહેલાં ભાવ(₹/કિ.ગ્રા.) – ₹2500–2800 | બંધ પછી ભાવ (₹/કિ.ગ્રા.) – ₹3500–4000 |
ખાસ કરીને તહેવારો (દિવાળી, રમઝાન, લગ્ન સીઝન) દરમ્યાન સામાન્ય જનતાને ભારે નાણાકીય માઠું પડે છે
આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ અફઘાનિસ્તાનના ખેડૂતો માટે ભારત સૌથી મોટું બજાર છે, ભારતને પછી ઈરાન કે તુર્કી જેવા મોંઘા વિકલ્પ તરફ જોવું પડે છે , દક્ષિણ એશિયાની ખાદ્ય સલામતી અને વેપાર સ્થિરતા પર સીધી અસર.વાઘા-અટારી બોર્ડર એ માત્ર માર્ગ નથી — તે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના શુષ્ક નટ્સના વ્યાપાર માટેનો ધમનિ છે. આ રસ્તો બંધ થાય ત્યારે નફાની નુકસાની, ભાવવૃદ્ધિ અને સંબંધોમાં તણાવ ઊભો થાય છે.
સરહદ અને સુરક્ષા મહત્વપૂર્ણ છે, પણ ખાદ્ય પદાર્થોના વેપારને રાજકીય મતભેદોથી દૂર રાખવો આવશ્યક છે, જેથી વેપારીઓ, ખેડૂતો અને ગ્રાહકોનું ભલું થાય.
લેખક: હિરેન ગાંધી
આંતરરાષ્ટ્રીય વેપાર વિશેષજ્ઞ અને દક્ષિણ એશિયન અર્થતંત્રમાં પીએચડી