રાજકોટમાં પહેલેથી જ તૈયાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના શરૂ થવાના ઠેકાણા નહીં, ને બીજાને મળી મંજૂરી
26 માર્ચે મુખ્યમંત્રીએ મવડીમાં સ્પોર્ટસ કોમ્પલેક્સનું લોકાર્પણ કર્યું હતું જે હજુ શરૂ થઈ શક્યું નથી ત્યાં હવે મહાપાલિકા દ્વારા વધુ એક સ્પોર્ટસ કોમ્પલેક્સ નિર્માણ કરવાની તૈયારી કરી લઈને દરખાસ્ત પણ તૈયાર કરી લીધી હતી જેના પર આજે સ્ટેન્ડિંગ કમિટી નિર્ણય લેવામાં આવ્યો છે . આ કોમ્પલેક્સ વોર્ડ નં.17 ના પારડી રોડ પર રણછોડદાસજી કોમ્યુનિટી હોલની બાજુમાં નિર્માણ પામશે.
આ સ્પોર્ટસ કૌમ્પલેક્સ 8102 ચોરસમીટર વિસ્તારમાં બનશે જેના ગ્રાઉન્ડ ફ્લોર પર કબડ્ડી, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, ગાર્ડન, જીમ, ફિઝિયોથેરેપી રૂમ, એડમિન, યુટીલીટી, જનરલ લોબી, વેઈટિંગ એરિયા, સર્વિસ રૂમ, પ્રથમ માળે કોમ્બેટ ગેમ્સ અને સર્વિસ રૂમ, ટોયલેટ, લિફ્ટ, જનરલ જીમ, બેડમિન્ટન ડબલ હાઈટ, ગાર્ડન, કુશ્તી, ઈનડોર ગેમ્સ, ફિઝિયોથેરેપી રૂમ, એડમિન, બોક્સિંગ રિંગ અને જનરલ લોબી સહિતની સુવિધા ઉપલબ્ધ હશે. આ કોમ્પલેક્સ 26.72 કરોડના ખર્ચે આશિષ કન્ટ્રક્શન કંપનીને આપવા માટે આજે કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
