હિમાચલમાં ભૂસ્ખલન! કાટમાળમાંથી મળ્યા 16 મૃતદેહો
હિમાચલ પ્રદેશના પર્વતો તેની જે સુંદરતા લોકોને પોતાની તરફ ખેંચી લાવતી હતી, પ્રવાસીઓના મનમોહી લેતી હતી, તે જ પર્વતો અત્યારે આફતરુપ બન્યા છે. સ્થિતિ તે છે કે લોકો હવે આ મૌસમમાં અહીં આવતા ડરી રહ્યા છે. કુદરતે અહીં એવી તબાહી મચાવી કે આ પર્વતો હવે ડરાવી રહ્યા છે. હિમાચલ પ્રદેશના શિમલાના શિવ મંદિરનો ડરાવનારો વધુ એક વીડિયો સામે આવ્યો છે. પગથિયા પાસેથી જોઈ શકાય છે કે કેવી રીતે પાણીનો ધસમસતો પ્રવાહ કાટમાળ સાથે લઈને નીચે ધસી આવી રહ્યો છે. જે પણ તેની ઝપેટમાં આવ્યું તે તબાહ થઈ ગયું. અહીં ભૂસ્ખલન બાદ રેસ્ક્યૂ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધી 16 જેટલા મૃતદેહ ભૂસ્ખલન બાદ કાટમાળ નીચેથી મળી આવ્યા છે. છેલ્લા 41 વર્ષોની હિમાચલ પ્રદેશની આ સૌથી ભીષણ તબાહી છે.