ફાઈનલી: આજ રાતથી યાજ્ઞિક રોડ ચાર મહિના માટે બંધ…જાણો કયા રસ્તા પર નો એન્ટ્રી અને કયા રસ્તા ખુલ્લા રહેશે
યાજ્ઞિક રોડ ઉપરથી પસાર થનારા ટુ-વ્હીલર, ફોર-વ્હીલર તેમજ થ્રી-વ્હીલર ચાલકો માટે આ સમાચાર એકદમ મહત્ત્વના છે કેમ કે આજે રાતથી ચાર મહિના માટે રામકૃષ્ણ ડેરીથી લઈ રાજકોટ કલરલેબ સુધીનો અત્યંત નાનો કટકો પરંતુ વાહનચાલકો તેમજ રાહદારીઓ માટે જરૂરી ગણાતો રસ્તા ઉપર બેરિકેડિંગ થઈ જવાનું વર્ષ સર્વેશ્વર ચોકમાં ગણેશોત્સવ દરમિયાન વોકળા પરનો સ્લેબ તૂટી પડતાં મોટી દૂર્ઘટના થવા પામી હતી. આ પછી મહાપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સર્વેશ્વર ચોકથી ડૉ. યાજ્ઞિક રોડને જોડતો હયાત વોંકળો ડાયવર્ટ કરી નવું બોક્સ કલ્વર્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે બોક્સ કલ્વર્ટનું કામ સર્વેશ્વર ચોકમાં પૂર્ણ થવા આવ્યું છે ત્યારે નાગરિક બેન્ક પાસે આ કામ શરૂ કરવામાં આવનાર હોવાથી ચાર મહિના માટે રસ્તો બંધ કરતું જાહેરનામું પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા 4 એપ્રિલે પ્રસિદ્ધ કરી દીધાં બાદ આજથી તેનો અમલ શરૂ કરવામાં આવશે.
આ અંગે મહાપાલિકાના સિટી ઈજનેર અતુલ રાવલે જણાવ્યું કે રાત્રે નવેક વાગ્યા આસપાસ રામકૃષ્ણ ડેરીથી રાજકોટ કલરલેબ સુધીના રસ્તા પર બેરિકેડ મુકી દેવામાં આવશે એટલે અહીંથી કોઈ વાહન પસાર થઈ શકશે નહીં. આમ તો ચોમાસા દેવાનો જો કે પોલીસ દ્વારા ચાર મહિના માટે જાહેરનામું અમલી બનાવવામાં આવ્યું છે.
એકંદરે આજથી ઑગસ્ટ મહિના સુધી વાહનોએ ફરી… ફરીને જે-તે સ્થળે પહોંચવું પડશે સાથે સાથે તંત્રની પણ અગ્નિપરીક્ષા થઈ જવાની છે કેમ કે જ્યાં બેરિકેડિંગ થવાનું છે તે રામકૃષ્ણ ડેરીથી રાજકોટ કલરલેબ સુધીના રસ્તા ઉપર એસ.ટી.બસ સહિતના વાહનો પણ પસાર થાય છે ત્યારે આ બધાએ અન્ય ‘રસ્તા’ શોધવા પડશે.
આટલા રસ્તા ખુલ્લા-બંધ રહેશે

હિરાપન્ના કોમ્પલેક્સ, નાગરિક બેન્ક ચાલું રહેશે પણ ત્યાં આવનારને પાર્કિંગ ક્યાં આપવું ?
તંત્ર એક બીજી મુંઝવણમાં પણ મુકાઈ જવા પામ્યું છે કે ચાર મહિના સુધી રસ્તો તો બંધ રહેશે પરંતુ હિરાપન્ના કોમ્પલેક્સ, નાગરિક બેન્ક, ડોલ્સ મ્યુઝિયમ ઉપરાંત અન્ય નાની-મોટી દુકાનો તો ચાલું રહેનાર છે ત્યારે અહીં આવનારા લોકો પોતાનું વાહન પાર્ક કયાં કરશે ? આ માટે પોલીસ દ્વારા જાહેરનામામાં એવી વિગત અપાઈ છે કે આ માટે અલાયદું પાર્કિંગ બનાવવામાં આવશે પરંતુ એ પાર્કિંગ આખરે ક્યાં બનશે તે સો મણનો સવાલ છે.