ચીન ઉપર 125 ટકા નહીં 145 ટકા ટેરિફ : વ્હાઇટ હાઉસની સ્પષ્ટતા બાદ ચીન-યુએસ વચ્ચે ટેરિફ વોર વધુ તીવ્ર બન્યું
ચીન ઉપરનો અમેરિકાનો ટેરિફ 125 ટકા નહીં પણ 145 ટકા હોવાની વ્હાઈટ હાઉસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી.આ ઘોષણા બાદ ચીન અને અમેરિકા વચ્ચેનું ટેરિફ વોર વઘુ તીવ્ર બન્યું છે. આ જાહેરાત બાદ યુએસ સ્ટોક માર્કેટ્સમાં ફરી એક વખત મોટા ગાબડા પડ્યા હતા.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સિવાયના તમામ દેશો ઉપર રેસીપ્રોકલ ટેરિફનો અમલ 90 દિવસ માટે સ્થગિત કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. એ સાથે જ તેમણે ચીન ઉપરનો ટેરિફ વધારીને 125% કરી દીધો હતો. એકંદરે, ટ્રમ્પે બીજી ટર્મમાં સુકાન સંભાળ્યું તે પછી ચીન પરના ટેરિફ પાંચ ગણા વધારી દીધા છે.બીજી તરફ વળતા પગલા તરીકે ચીને પણ અમેરિકી ઉત્પાદનો ઉપર 84% ટેરિફની જાહેરાત કરતાં ટ્રમ્પ છંછેડાયા હતા.બાદમાં ચીન દ્વારા અમેરિકામાં થતી ફેન્ટાનાઇલની કથિત દાણચોરી બદલ અગાઉ દંડ રૂપે લગાવવામાં આવેલ 20 ટકાનો ટેરિફ યથાવત રાખવામાં આવ્યો હોવાનું અને હવે કુલ ટેરીફ 145% હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
વ્હાઈટ હાઉસ ની આ સ્પષ્ટતા બાદ ચીન તરફથી વળતા પગલાની સંભાવના અને વિશ્વના બે સૌથી શક્તિશાળી અર્થતંત્ર વચ્ચે પૂર્ણ કક્ષાનું ટ્રેડ વોર ફાટી નીકળવાની આશંકાને કારણે યુએસ સ્ટોક માર્કેટમાં ફરી એક વખત નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. આ પહેલા 90 દિવસની ટેરિફ બ્રેક ની જાહેરાત બાદ બુધવારે યુએસના સ્ટોક માર્કેટસમાં તેજીનું વાવાઝોડું ફૂંકાયું હતું પરંતુ આ નવા ઘટનાક્રમને પગલે ગુરુવારે ડાઉ જોન્સ માં બે પોઇન્ટ પાંચ ટકા ના ઘટાડા સાથે 1015 નું ગાબડું પડ્યું હતું . એસ એન્ડ પી 500 માં 3.5 ટકા અને નાસડેકમાં 4.3% નો ઘટાડો નોંધાતા રોકાણકારોએ અબજો ડોલર ગુમાવ્યા હતા.
ટ્રમ્પના ટેકેદાર ખેડૂતો મૂંઝાયા
ચીન ઉપર 145% ટેરીફને કારણે અમેરિકાના કૃષિ ઉત્પાદનોને ગંભીર આર્થિક ફટકો લાગવાની ભીતિ છે. નોંધનીય છે કે આ કૃષિ ઉત્પાદકોએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પને ટેકો આપ્યો હતો. પણ હવે કંપની આ નીતિને કારણે કૃષિ નિકાસ ઠ પ્પ થઈ જવાનો ભય સર્જાયો છે. કેન્ટુકીના ખેડૂત અને અમેરિકન સોયાબીન એસોસિએશનના પ્રમુખ કેલેબ રાગલેન્ડ
એ આ ટેલીફોનને કારણે ખેડૂતોનો વ્યવસાય બંધ થઈ જવાની ભીતિ વ્યક્ત કરી હતી
અમે હાથ જોડીને બેઠા નહીં રહીએ: ચીન લડી લેવા તૈયાર
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે બેઇજિંગ વેપાર યુદ્ધ લડવાની ઇચ્છા રાખતું નથી, પરંતુ જો ટેરિફની શત્રુતા આ સ્તર સુધી વધે તો ચીન પીછેહઠ નહીં કરે.તેમણે કહ્યું ,”ચીનના લોકોના કાયદેસરના અધિકારો અને હિતોનું હનન થતું હોય ત્યારે અમે ક્યારેય નિષ્ક્રિય બેસીને જોતા નહીં રહીએ. અને ન તો અમે નિષ્ક્રિય બેસીને જોતા રહીશું જ્યારે આંતરરાષ્ટ્રીય આર્થિક અને વેપાર નિયમો તેમજ બહુપક્ષીય વેપાર પ્રણાલીને નબળી પાડવામાં આવતી હોય.”