બાંગ્લાદેશના યુનુસ ભારત સામે શું કાકલૂદી કરી રહ્યા છે ? વાંચો
બાંગ્લાદેશે આગામી બિમસટેક સમિટમાં વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બેઠકની વિનંતી કરી છે. જોકે, ભારત સરકાર હજુ પણ આ વિનંતી પર વિચાર કરી રહી છે. શનિવારે સંસદીય સમિતિની બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકરે આ માહિતી આપી હતી.
મહંમદ યુનુસ વડાપ્રધાન મોદીને મળવા માટે વલખાં મારી રહ્યા છે અને સમય ફાળવવા માટે સતત વિનંતી કરી રહ્યા છે અને પણ ભારતે ભાવ જ આપ્યો નથી. વડાપ્રધાન મોદી ૨ થી ૪ એપ્રિલ સુધી બેંગકોંકમાં યોજાનાર બિમસટેક શિખર સંમેલનમાં ભાગ લેવા જવાના છે . જો કે હજુ સુધી એમણે આ યાત્રા અંગે પુષ્ટિ કરી નથી.
સૂત્રોએ જણાવ્યું હતું કે શનિવારે આ વર્ષે વિદેશ બાબતોની સંસદીય સલાહકાર સમિતિની પહેલી બેઠકમાં, ઘણા સાંસદોએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી અને પૂછ્યું હતું કે ભારત આ સંદર્ભમાં શું પગલાં લઈ રહ્યું છે. જયશંકરે સભ્યોને જણાવ્યું હતું કે બાંગ્લાદેશની વચગાળાની સરકારે દાવો કર્યો છે કે હિન્દુઓ પરના હુમલા “રાજકીય રીતે પ્રેરિત” હતા અને “લઘુમતીઓને નિશાન બનાવતા” નહોતા.
વડાપ્રધાન આમ તો યુનુસથી નારાજ હોવાનું પણ બહાર આવ્યું હતું . હિન્દુઓ વિરુધ્ધ હિંસા રોકવામાં એમણે સક્રિય ભૂમિકા ભજવી નથી તેવો આરોપ ભારતે મૂકેલો છે અને હવે યુનુસ વડાપ્રધાનને મળવા માટે તલપાપડ છે. આજે પણ આજે હવે સ્થિતી બદલાઈ ગઈ છે અને ભારત નઔય પાડોશી દેશો સાથે કામકરે છે અને આ રીતે જ કામ કરશે તો ઘણું
