આજનું રાશિફળ 17 માર્ચ : આજે આ રાશિના જાતકોએ મહત્વના નિર્ણય લેવામાં ધીરજ રાખવી, સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે
આજની રાશિ કન્યા : 01.14AM તુલા
મેષ (અ,લ,ઇ)
પારિવારિક બાબતો હેરાન કરી શકે છે. આજે કામમાં બેચેની લાગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
યુવાનોને રોજગારી માટે નવી તકો મળી શકે છે. આજે નકારાત્મક વિચારો દુર થશે. દિવસ શુભ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
આજે કામના સ્થળે નવી યોજના બનાવી શકો છો. મિત્રો તરફથી સુંદર ભેટ મળી શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.
કર્ક (ડ,હ)
આજે લગ્નજીવન માટે ખુબ જ સારો દિવસ રહેશે. મહેમાનોનું આગમન થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
સિંહ (મ,ટ)
આજે મહત્વના નિર્ણયો લેવામાં ધીરજ રાખવી જોઈએ. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
કામના સ્થળે ખુબજ પ્રગતિ કરી શકો છો. આજે ઘણી મુશ્કેલીઓ દુર થશે. દિવસ લાભદાયક રહેશે.
તુલા (ર,ત)
આજે કામમાં સતત વ્યસ્ત રહી શકો છો. આવક અને ખર્ચમાં સ્થિરતા રહેશે. દિવસ ખુબજ સારો રહેશે.
વૃશ્ચિક (ન,ય)
આજે કામના સ્થળે મત-ભેદ થઇ શકે છે. સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે અન્ય લોકો કે મિત્રો નાણાં ઉધાર માગી શકે છે. કામને પુર્ણ કરવામાં વધુ સમય લાગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મકર ( ખ,જ)
કામના સ્થળે સહ કર્મચારીઓનો યોગ્ય સહકાર મળશે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે. દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
આજે કામમાં આંદન તથા ઉત્સાહ વધુ રહેશે. પરિવારમાં સુખ શાંતિ ભર્યું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
અન્ય લોકોની ખોટી સલાહ કામમાં મુશ્કેલીઓ વધારી શકે છે. બિનજરૂરી ખર્ચ વધુ થઇ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડી શકે.