મૈને પ્યાર કિયા ફેમ એક્ટ્રેસ ભાગ્યશ્રી ઇજાગ્રસ્ત : કપાળ પર આવ્યા 13 ટાંકા, વોઇસ ઓફ ડેને જણાવ્યું હાલ કેવી છે તબિયત
સલમાન ખાનની પહેલી સુપરહિટ ફિલ્મ મૈને પ્યાર કિયાની અભિનેત્રી ભાગ્યશ્રી ઘાયલ થઈ છે. પિકલબોલ રમતી વખતે તેને કપાળ પર ગંભીર ઈજા થઈ અને તેને તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ જવામાં આવી હતી. ઈજા એટલી ગંભીર હતી કે ભાગ્યશ્રીને સર્જરી કરાવવી પડી અને તેના કપાળ પર 13 ટાંકા આવ્યા છે. હોસ્પિટલમાંથી અભિનેત્રીની કેટલીક તસવીરો સામે આવી છે.

પિકલબોલ રમતી વખતે ભાગ્યશ્રીના કપાળ પર ઇજા
અભિનેત્રી ભાગ્યશ્રીની કેટલીક તસવીરો આ સમયે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં અભિનેત્રી હોસ્પિટલના પલંગ પર સૂતેલી જોવા મળે છે. તેના કપાળ પર પણ ગંભીર ઈજા છે. આ તસવીરો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘ભાગ્યશ્રીનો દુર્ભાગ્યે પિકલબોલ રમતી વખતે અકસ્માત થયો.’ જેના કારણે તેના કપાળ પર ઊંડી ઈજા થઈ હતી. તેણીની સર્જરી થઈ અને 13 ટાંકા આવ્યા.’ આ સમાચાર બહાર આવ્યા પછી, અભિનેત્રીના ચાહકો ચિંતિત છે.

વોઇસ ઓફ ડેએ ભાગ્યશ્રી સાથે કરી ટેલિફોનિક વાતચીત કરી હતી.
મૈને પ્યાર કિયાની અભિનેત્રી ભાગ્યશ્રીને માથામાં ઈજા થઈ છે. તેમના કપાળ પર ૧૩ ટાંકા આવ્યા છે. ત્યારે વોઇસ ઓફ ડેએ સાથે થયેલી ખાસ વાતચીતમાં અભિનેત્રી ભાગ્યશ્રીએ જણાવ્યું હતું કે 2 દિવસ પહેલાં જ્યારે તેઓ પિકલ બોલ રમી રહ્યા હતા ત્યારે તેમને કપાળ પર આ ગંભીર ઈજા થઈ હતી ત્યારબાદ તેમને તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમના કપાળ પર 13 ટાંકા લેવામાં આવ્યા હતા. જો કે હાલ તેઓ સ્વસ્થ છે અને ઘરે આરામ કરી રહ્યા છે….

ચાહકો થયા પરેશાન
એક ફોટામાં અભિનેત્રીની ઈજા પણ નજીકથી બતાવવામાં આવી છે. ભાગ્યશ્રીની ઈજા જોઈને ચાહકો ખૂબ જ પરેશાન છે. બધા તેમના જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. જોકે, અભિનેત્રીના પરિવાર તરફથી તેમના સ્વાસ્થ્ય અપડેટ અંગે કોઈ નિવેદન આવ્યું નથી.
ભાગ્યશ્રીની કારકિર્દી, 2021 માં ફરી એકવાર જોરદાર વાપસી
પ્રોફેશનલ કેરિયરની વાત કરીએ તો ભાગ્યશ્રીએ 1989માં સુપરહિટ ડેબ્યૂ પછી ફિલ્મોને અલવિદા કહી દીધું. પરંતુ તેણીએ 2021 માં કંગના રનૌત અભિનીત ફિલ્મ ‘થલાઈવી’ થી વાપસી કરી. આ પછી તે પ્રભાસ સ્ટારર ફિલ્મ ‘રાધે શ્યાન’માં જોવા મળી હતી.