બોટાદમાં એક કરૂણ ઘટના સામે આવી છે. કાળુભાર નદીમાં ન્હાવા પડેલા ચાર લોકો ડૂબી ગયા હતા ત્યારે આ ઘટનાની જાણ થતાં જ ફાયરવિભાગ સહિત બોટાદ મામલતદાર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને લાપતા યુવકોની શોધખોળ શરૂ કરી હતી. ન્હાવા પડેલા 4 શ્રમિકો છે અને રાજસ્થાનના રહેવાસી છે ત્યારે બે વ્યક્તિઓનો બચાવ કરવામાં ફાયરવિભાગને સફળતા મળી છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના બોટાદ જિલ્લાના ગઢડાના ચોસલા ગામ નજીકની છે જ્યાં કાળુભાર નદીમાં ન્હાવા પડેલા ચાર રાજસ્થાની શ્રમિકોમાંથી બે લોકો ડૂબ્યા હતા. જ્યારે બે શ્રમિકોને બચાવી લેવામાં આવ્યા હતા.ડૂબી ગયેલા બંને વ્યક્તિઓની ઓળખ પવનસિંહ અને પૃથ્વીસિંહ તરીકે થઈ છે.
આ ઘટનાની જાણ થતાં સ્થાનિક વહીવટી તંત્ર તુરંત સક્રિય થયું છે અને ડૂબેલા બંને વ્યક્તિઓને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ચારેય વ્યક્તિઓ રાજસ્થાનના સિકર જિલ્લાના વતની છે અને ચોસલા ગામમાં કડિયા કામ કરતા હતા.