પૂજિત રૂપાણી ટ્રસ્ટ અને રોટરી ક્લબ દ્વારા રવિવાર બાળકોમાટે રસી અને નિદાન કેમ્પ
તા.૧૬-૩-૨૦૨૫ રવિવારના રોજ પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ૧થી ૧૨ વર્ષના બાળકોને વિનામૂલ્યે ગાલપચોળીયા-ઓરી-નૂરબીબીની રસી મૂકવાના કેમ્પનું આયોજન ટ્રસ્ટના ભવન “કિલ્લોલ”, ૧-મયુરનગર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વઝૉન ઓફિસ સામે, ભાવનગર રોડ ખાતે કરવામાં આવેલ છે. ગાલ પચોળિયાની માર્કેટમાં આ (ખ.ખ.છ.) ની રસી ખૂબ જ મોંઘી મળતી હોય છે જેના કારણે નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા ઘણા પરિવારો આ રસી બાળકોને મુકાવી શકતા નથી. આ કેમ્પમાં જાણીતા બાળરોગ નિષ્ણાંત ડો.નિખિલભાઇ શેઠ સેવા આપશે. કેમ્પનો સમય સવારે ૯:૦૦ થી ૧૧:૩૦ નો રહેશે. ટ્રસ્ટના ચેરમેન અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીની સંયુક્ત યાદીમાં જણાવવામાં આવેલ છે. ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ મહેશભાઈ ભટ્ટ, ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડો.નયનભાઈ શાહ, ડો.વિભાકરભાઈ વચ્છરાજાની, દિવ્યેશભાઈ અઘેરા, બીપીનભાઈ વસા જહેમત ઉઠાવી રહ્યા છે.
વિશેષ માહિતી માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ ખાતે રૂબરૂ અથવા ફોન નં.૦૨૮૧-૨૭૦૪૫૪૫ દ્વારા સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.