દરેક મેડિકલ સ્ટોરમાં ‘હેલ્પ ડેસ્ક’ શરૂ કરાશે, દર્દીઓ માટે નવી યોજનાઓ અમલમાં મુકાશે તેમ ‘વોઈસ ઓફ ડે’ની શુભેચ્છા મુલાકાતે આવેલા સભ્યોએ જણાવ્યું હતું. મયુરસિંહ જાડેજા અને અનિમેષભાઈ દેસાઈની પેનલ ચોથી વખત બિનહરીફ વિજય થયેલ છે. મયુરસિંહ જાડેજા ચોથી વખત પ્રમુખ થયેલ છે. અનિમેષભાઈ દેસાઈ માનદમંત્રી થયેલ છે. બન્નેની જોડી રાજકોટથી લઈ અને ઓલ ઈન્ડિયા લઈ અને ઓલ સુધી જુદી જુદી જગ્યાએ હોદ્દેદારો છે.
તાજેતરમાં નિયુક્ત થયેલા એસો.માં મયુરસિંહ જાડેજા પ્રમુખ-કેમિસ્ટ એસોસિએશન રાજકોટ, પ્રમુખ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ કાઉન્સિલ, પ્રમુખ-સૌરાષ્ટ્ર કચ્છ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશન, વાઈસ પ્રેસિડન્ટ ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશનમાં છે. જ્યારે અનિમેષભાઈ દેસાઈ માનદમંત્રી કેમિસ્ટ એસોસિએશન રાજકોટ, માનદમંત્રી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ કાઉન્સિલ, માનદમંત્રી સૌરાષ્ટ્ર-કચ્છ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશન, જોઈન્ટ સેક્રેટરી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશમાં કાર્યરત છે.
આગામી ત્રણ વર્ષના કાર્યક્રમો અંગે જણાવ્યું હતું કે લોકોને જ્યારે નાની-મોટી ઈન્જરી અથવા એક્સિડન્ટ થયું હોય ત્યારે ૧૦૮ આવે તે પહેલાં પ્રાથમિક સારવાર મળી રહે તે માટેની દરેક મેડિકલ સ્ટોરમાં વ્યવસ્થા કરવામાં આવશે.
દવા માટે દરેક મેડિકલ સ્ટોરમાં એક હેલ્પ ડેસ્ક ખોલવામાં આવશે જેની અંદર દર્દીઓને દવાની માહિતી તો મળશો જ પણ સાથે સાથે વિકલ્પિક સસ્તી અને સારી દવા કઈ છે તે જાણકારી દેવામાં આવશે. દવા બજારની અંદર ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ ખોલી આસિસ્ટન્ટ ઈન ફાર્મસીનો કોર્સ ચાલુ કરવાના જેથી લોકોને રોજગારી મળશે.
ધંધાની અંદર ઉપયોગમાં આવતા સોફ્ટવેર સંસ્થા મેમ્બરોની જરૂરિયાત મુજબ ફેરફાર કરાવશે જેથી કરીને વેપારીઓને ધંધાની સરળતા રહે. મેમ્બરો માટે એજ્યુકેશનલ વર્કશોપ જેની અંદર દવાને લગતી દરેક જાતની જરૂરી માહિતી તો આપશું જ પણ સાથે સાથે ઓનલાઈન અને કોર્પોરેટ કંપનીઓ સાથે કેવી રીતે હરિફાઈ કરી ધંધામાં તેમનાથી આગળ નીકળવું આ બધી માહિતી અને ટ્રેનિંગ આપશું.
દવા બજારની અંદર રોજેરોજની જરૂરિયાતવાળી વસ્તુ જેમ કે ટ્રાન્સપોર્ટ, કુરિયર સ્ટેશનરી, પેપરબેગ, કોમ્પ્યુટર, પ્રિન્ટર, કાર્ટુન અને અન્ય આ બધી જ જરૂરિયાતવાળી વસ્તુઓનો એક રેટ કોન્ટ્રાક્ટ કરી અને મેમ્બરોને ફાયદામાં દેવામાં આવશે.
કેમિસ્ટ સોશિયલ ગ્રુપની સ્થાપના કરવામાં આવશે જેની અંદર મેમ્બરોના પરિવાર સાથે જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
કેમિસ્ટ એસોસિએશનના નવનિયુક્ત સભ્યો
પ્રમુખ પદે મયુરસિંહ સી. જાડેજા, માનદમંત્રી અનિમેષભાઈ એમ. દેસાઈ, ઉપપ્રમુખ બાબુલાલ એમ. ભુવા, ખજાનચી મુકેશભાઈ વી. કોયાણી, સહમંત્રી અમિતભાઈ મજેઠિયા, સહમંત્રી ભરતભાઈ (દીપકભાઈ) પટેલ, ઓર્ગેનાઈજિંગ મંત્રી કેશુભાઈ ભુત, ઓર્ગેનાઈજિંગ મંત્રી જયેશભાઈ કાલરિયા, ઈન્ફોર્મેશન ટેકનોલોજી અંકિતભાઈ કાછેલા, કારોબારીમાં સત્યેનભાઈ પટેલ, રમેશભાઈ થાડા, જીતુભાઈ પંચમીયા, છગનભાઈ કથીરિયા, મનોજભાઈ પાનસુરિયા, નાથાભાઈ સોજીત્રા, ભૂપેશભાઈ તન્ના, કાર્તિકભાઈ પાબારી, હરેશભાઈ ખૂંટ, નિમેષભાઈ ભીમાણી સહિતની નિમણૂક કરાઈ છે.