CTના ફાઈનલમાં બન્યો એવો રેકોર્ડ જે અત્યાર સુધી ક્યારેય નથી બન્યો
- આઈસીસી દ્વારા આયોજિત વન-ડે ટૂર્નામેન્ટમાં રચાયો નવો ઈતિહાસ
ટીમ ઈન્ડિયાએ `અજેય’ રહીને ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરી હતી. આ સાથે જ ફાઈનલ મુકાબલામાં એક રેકોર્ડ પણ બન્યો હતો જે અગાઉ એક પણ આઈસીસી વન-ડે ટૂર્નામેન્ટમાં બન્યો નથી.
દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પીચ સ્પિનર્સ માટે ખૂબ જ મદદગાર સાબિત થઈ હતી. આવામાં ફાઈનલમાં બન્ને ટીમે પોતાના સ્પીનરો ઉપર વધુ ભરોસો વ્યક્ત કર્યો હોવાથી એક રેકોર્ડ બન્યો હતો. આ ફાઈનલ મેચમાં ૭૩ ઓવર સ્પીનરે ફેંકી હતી. આઈસીસી વન-ડે ટૂર્નામેન્ટના ઈતિહાસમાં કોઈ પણ મેચમાં સ્પીનર દ્વારા ફેંકાયેલી આ સૌથી વધુ ઓવર હતી.
ભારતીય સ્પીનરો વરુણ ચક્રવર્તી, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવે આ ટૂર્નામેન્ટમાં કુલ ૨૬ વિકેટ ખેડવી હતી. ફાઈનલમાં વરુણ-કુલદીપે બે-બે તો જાડેજાના ભાગે એક વિકેટ આવી હતી.
ICC વન-ડે ટૂર્નામેન્ટની એક મેચમાં સ્પીનરોએ ફેંકેલી સૌથી વધુ ઓવર
