અસાધારણ રમત… અસાધારણ પરિણામ ટીમ ઇન્ડિયા પર ગર્વઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. ટીમની આ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ખેલાડીઓને શુભકામના પાઠવી હતી. મોદીએ એક્સ પર લખ્યું કે એક અસાધારણ રમત અને એક અસાધારણ પરિણામ ! તેમણે લખ્યું કે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોઠી ઘર લાવવા બદલ આપણી ટીમ ઉપર ગર્વ છે.
ટીમે આખી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું અને શાનદાર પ્રદર્શન બદલ આપણી ટીમને શુભકામનાઓ. અત્રે ઉઠોખનીય છે કે ૧૨ વર્ષ બાદ ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ પહેલાં ૨૦૨૩માં ટી-૨૦ વર્લ્ડકપ પણ જીત્યો હતો ત્યારે સળંગ બીજી આઈસીસી ટ્રોફી જીતીને દેશવાસીની છાતી ગજ ગજ ફુલાવી દીધી હતી.