અમેરિકામાં ફરી ભારત વિરોધી પરાક્રમ, શું થયું ? ક્યાં થયો હુમલો ? જુઓ
અમેરિકામાં ફરી એકવાર હિન્દુઓના મંદિર પર હુમલો કરાયાની ઘટના બની છે. આ વખતે દક્ષિણ કેલિફોર્નિયાના સૌથી મોટા હિન્દુ મંદિરોમાંથી એક શ્રી સ્વામિનારાયણ મંદિરને અપવિત્ર કરાયું અને દિવાલો પર ભારતવિરોધી નારા લખી દેવામાં આવ્યા હતા. હિન્દુઓ પાછા જાઓના સૂત્રો પણ લખાયા હતા અને ભારે ઉશ્કેરણી કરાઇ હતી.
છેલ્લા કેટલાક મહિનામાં આ મંદિર પર હુમલાની બીજી ઘટના હતી.બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મેનેજમેન્ટે આ હુમલાની પુષ્ટિ કરતાં કહ્યું કે હિન્દુ સમુદાયના લોકો વિરુદ્ધ નફરતનું પ્રદર્શન કરતાં કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં આવેલા અમારા મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે.
આ મામલે એક પોસ્ટ કરતાં કહ્યું કે આ વખતે ચિનો હિલ્સ કેલિફોર્નિયામાં વધુ એક મંદિરને અપવિત્ર કરવામાં આવ્યું. અમે ચિનો હિલ્સ અને દક્ષિણ કેલિફોર્નિયામાં હિન્દુ સમુદાયના લોકો સામે નફરતને ક્યારેય પગભર નહીં થવા દઈએ. અમારી સંયુક્ત માનવતા અને આસ્થા સુનિશ્ચિત કરશે કે શાંતિ અને સદભાવ કાયમ રહે. જોકે આ મામલે પોલીસ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું
હિન્દુ ગઠબંધનનો આક્રોશ
અમેરિકામાં હિન્દુઓના ગઠબંધનએ આ ઘટનાની ટીકા કરતાં એક પોસ્ટ કરી હતી જેમાં વધુ એક મંદિરમાં તોડફોડની ઘટનાનો ઉલ્લેખ કરાયો હતો. પોસ્ટમાં લખ્યું કે આ વખતે ચિનો હિલ્સની ઘટના મંદિરમાં બની છે અને હિન્દુઓમાં ભારે રોષ છે. આવી ઘટનાઓ શણ થશે નહીં.