રાજકોટ : લોક અદાલતમાં 85521 કેસનો નિકાલ થયો..!!
રાજકોટ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે ગઈકાલે અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ પ્રકારના કુલ ૧.૩૧.૪૯૪ કેસ હાથ ઉપર લેવામાં આવ્યા હતાં જેમાંથી ૮૫ હજારથી વધુ કેસનો નિકાલ થયો હતો.
ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટ દ્વારા આજે રાજકોટ જીલ્લાની રાજકોટ જીલ્લા અને તાલુકા મથકે આવેલી તમામ અદાલતોમાં મેગા લોક-અદાલત યોજાઈ હતી. રાજકોટ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે ન્યાયાધીશો અને બાર એશોસોએશનના હોદેદારો સહિતના વકીલોની હાજરીમાં દીપ પ્રાગટય કરી લોક અદાલત ખુલી મુકવામાં આવી હતી.
આ લોક-અદાલતમાં દાખલ થયેલ તથા અદાલતમાં કેસ દાખલ થાય તે પહેલાં (પ્રીલીટીગેશન) ના કુલ ૧.૩૧.૪૯૪ કેસ હાથ પર લેવામાં આવ્યા હતા. જેમાંથી અકસ્માત વળતરના ૩૨૮ કેસમાં ૨૦ કરોડથી વધુનુ વળતર ચૂકવી સમાધાન રહે નિકાલ કરવામાં આવ્યો હતો. એવી જ રીતે ચેક રીટર્નના ૨૯૯૮ કેસમાં ૧૩ કરોડનું વળતર આપી સમાધાન કરવા આવ્યું હતું. લગ્ન વિષયક ૯૫ કેસ તેમજ ઈ-મેમોના ૬૫૩૯૨ કેસોનો નિકાલ થયો હતો.