ગોંડલમાં ગૌચરની જમીન ઉપર ખેતી !! 40 લાખની જમીન ખુલ્લી
- મામલતદાર દ્વારા ગોંડલથી નાગડકા જવાના રસ્તે વર્ષો જુના દબાણ ઉપર બુલડોઝર ફેરવી દેવાયું
રાજકોટ જિલ્લામાં સરકારી જમીન ઉપર દબાણો હટાવવા માટે જિલ્લા કલેકટર તરફથી આદેશો છૂટતા ગોંડલ મામલતદાર કચેરીની ટીમે છેલ્લા ઘણા વર્ષોથી ગોંડલ-નાગડકા જવાના માર્ગ ઉપર ગૌચરની જમીન દબાવી ખેતી કરી રહેલા ત્રણ આસામીઓના દબાણો ઉપર બુલડોઝર ફેરવી દઈ અંદાજે 40 લાખની કિંમતની જમીન ખુલ્લી કરાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની સૂચના અન્વયે ગોંડલ મામલતદાર ભટ્ટ અને તેમની ટીમે ગોંડલ શહેરથી નાગડકા તરફ જવાના રસ્તા ઉપર ગૌચરના સર્વે નંબર 559 પૈકીની જમીન ઉપર દબાણ કરી ખેતી શરૂ કરનાર ત્રણ અસામીઓના દબાણ ઉપર બુલડોઝર ફેરવી દઈ અંદાજે 40 લાખની કિંમતની 5000 ચોરસ મીટરથી વધુ જમીન ખુલ્લી કરાવી હતી.