માત્ર દુબઈ જ નહી, અન્ય દેશોમાંથી પણ કરી છે સોનાની દાણચોરી કરી છેઃ રાન્યા રાવ
માત્ર દુબઈ જ નહી પણ બીજા દેશોમાંથી પણ સોનાની દાણચોરી કરી છે તેમ અભિનેત્રી રાન્યા રાવે પોલીસની પૂછપરછમાં કબૂલ્યું હોવાનું જાણવા મળે છે. કન્નડ ફિલ્મની અભિનેત્રી રાન્યા રાવની તાજેતરમાં એરપોર્ટ પર 17 કિલો સોના સાથે ધરપકડ કરવામાં આવી હતી. હવે રાન્યાએ પૂછપરછ દરમિયાન આ વાત સ્વીકારી લીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અભિનેત્રી રાન્યાએ ખુલાસો કર્યો કે દુબઈ સહિત અન્ય દેશોમાંથી પણ સોનાની દાણચોરી કરવામાં આવી છે. રાન્યા રાવની તાજેતરમાં એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. રાન્યા દુબઈથી પરત ફરી રહી હતી અને તેની પાસેથી 14 કિલોગ્રામથી વધુ સોનું મળી આવ્યું હતું. આ પછી તેની ધરપકડ કરવામાં આવી. હવે પોલીસ પૂછપરછ દરમિયાન રાન્યા રાવે ઘણા મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે. જેમાં તેણે જણાવ્યું હતું કે માત્ર દુબઈમાં જ નહીં પરંતુ અમેરિકા અને યુરોપમાં પણ તેણે આવી જ મુલાકાતો કરી છે.
પોલીસ દ્વારા કરવામાં આવેલી વધુ પૂછપરછમાં રાન્યાએ જણાવ્યું હતું કે તેણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ અમેરિકા અને યુરોપ સહિત અન્ય દેશોમાં પણ આવું કામ કર્યું છે. હવે રાન્યાનું રહસ્ય ખૂલી ગયું છે અને તે પોલીસ કસ્ટડીમાં છે. ગઈકાલે રાન્યાની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં ઘણી મહત્વપૂર્ણ બાબતો પ્રકાશમાં આવી હતી.