10 ટકા તેલ ઓછું ખાજો !! PM મોદી મેદસ્વિતાથી બચવા આપી ખાસ સલાહ, સેલવાસમાં કરોડોના વિકાસ કામોનું કર્યું લોકાર્પણ
વડાપ્રધાન ફરી એકવાર વતનના પ્રવાસે આવ્યા છે. આજે 7 માર્ચથી બે દિવસીય ગુજરાત અને સંઘપ્રદેશના પ્રવાસે આવી પહોંચ્યા છે . જેઓ સુરત એરપોર્ટ પર પહોંચતા કેન્દ્રીય જલ મંત્રી અને પ્રદેશ પ્રમુખ પાટીલ સહિતના આગેવાનોએ તેમને આવકાર્યા હતા. જ્યાંથી તેઓ હેલીકોપ્ટર મારફત સેલવાસ પહોંચ્યા હતા. ત્યાં 450 બેડની નમો હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. સાથો સાથ રોડ શો યોજી લોકોનું અભિવાનદ ઝીલ્યું હતું. વડાપ્રધાને જાહેરસભાને સંબોધિત કરી હતી. સંઘપ્રેદશનો સિંગાપોરની માફક વિકાસ કરવાની વાત કરી હતી.
મેદસ્વિતા અંગે વડાપ્રધાને ચિંતા વ્યકત કરી
વડાપ્રધાને કહ્યું કે, મોટાપા અનેક બીમારીનું કારણ બન્યો છે. હાલમાં મોટાપાની સમસ્યા પર એક રિપોર્ટ આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે 2050 સુધીમાં 44 કરોડથી વધુ ભારતીય મોટાપાની સમસ્યાથી પીડિત થઈ જશે. આ આંકડો ડરામણો છે. તેનો મતલબ છે. દર ત્રણમાંથી એક વ્યકિત ઓબેસિટીના કારણે ગંભીર બીમારીની ચપેટમાં આવી શકે છે. મોટાપા જીવલેણ બની શકે છે. દરેક પરિવારમાં એક વ્યકિત ઓબેસિટીનો શિકાર હશે. આ કેટલું મોટું સંકટ હશે. આપણે અત્યારથી આવી સ્થિતિને ટાળવાનો પ્રયાસ કરવો જોઈશે.
”તમારા ભરોસાને શક્તિમાં પરિવર્તિત કર્યો છે’
આ પ્રસંગે PMએ કહ્યું કે, ”અમારી સરકારે તમારા ભરોસાને શક્તિમાં પરિવર્તિત કર્યો છે અને આજે આપણું સેલવાસા આ પ્રદેશ એક આધુનિક ઓળખ સાથે ઉભરી રહ્યો છે. સેલવાસા એક એવો પ્રદેશ બની ગયો છે જ્યાં દરેક પ્રકારના લોકો વસી રહ્યા છે. દાદાનગર હવેલીમાં નવા અવસરોનો વિકાસ થયો છે. આ વિકાસ અભિયાન હેઠળ 2500 કરોડ રૂપિયાથી વધુની પરિયોજના ખાતમૂહુર્ત કર્યું છે” વધુમાં કહ્યું કે, ”અહીં તો વિદેશ એ નાર્મલ બાબત છે.
સંઘપ્રદેશનો સિંગાપોરની માફક વિકાસ કરવાની વાત કરી
સિંગાપોર જતા હશો. સિંગાપોર એક જમાનામાં માછીમારોનું નાનું ગામ હતું. ખૂબ ટૂંકા ગાળામાં ત્યાંના લોકોની સંકલ્પ શક્તિએ સિંગાપોર બનાવી દીધું. જો સંઘપ્રદેશ પણ અહીંનો દરેક નાગરિક નક્કી કરે તો હું તમારી સાથે ઉભો રહેવા તૈયાર છું. દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અમારા માટે ફક્ત કેન્દ્રશાસિત પ્રદેશ નથી. આ સંઘપ્રદેશ અમારું ગર્વ છે અને વિરાસત પણ છે. અમે આ પ્રદેશને એક એવું મોડલ સ્ટેટ બનાવી રહ્યા છીએ જે તેનો
સેલવાસનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાને હવે ટૂંકસમયમાં સુરત પહોંચશે. અહીં રોડ શો યોજી લોકોનું અભિવાદન ઝીલશે ત્યારબાદ નીલગીરી મેદાનમાં આયોજીત કાર્યક્રમાં હાજરી આપી જાહેરસભાને સંબોધશે. તેમને આવકારવા માટે સુરત શહેર થનગની રહ્યું છે અને નવા રંગરૂપ પણ ધારણ કરી લીધા છે. નીલગીરી મેદાનમાં આયોજીત જાહેરસભાના સ્થળ પર અને રોડ શોના રૂટ પર અત્યારથી જ ભારે જનમેદની ઉમટી પડી છે.