અનુસૂચિત જતી સામુદાયિક મંડળીની જમીન ઉપર ભુમાફિયાઓના કબ્જા
જમીન બચાવવા સમાજ કલ્યાણ વિભાગ સમક્ષ રજુઆત કરતા મંડળીના હોદેદારો
રાજકોટ : ;રાજકોટ જિલ્લામાં અનુસૂચિત જાતિના ગરીબ લાભાર્થી માટે ફાળવવામાં આવેલ સામુદાયિક સહકારી મંડળીની જમીન ઉપર ભુમાફિયાઓએ કબજા કરી લઈ જમીન પચાવી પાડી હોવાના આરોપ સાથે રાજકોટ તાલુકા અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીના હોદેદારોએ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીને રજુઆત કરી પગલાં ભરવા માંગણી કરી છે.
રાજકોટ તાલુકા અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીના પ્રમુખ શૈલેષભાઇ પરમાર સહિતના આગેવાનોએ રાજકોટ જિલ્લા કલેકટર તેમજ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીને રજુઆતમાં જણાવ્યું હતું કે, રાજકોટના કાળીપાટ, ખીજડીયા, ગૌરીદળ, રતનપર સહિતના ગામોમાં મંડળીના પૂર્વ પ્રમુખ દ્વારા જમીનો વેચી નાખવામાં આવતા શરતભંગના કેસ પણ કરવામાં આવ્યા છે. છતાં આજદિન સુધી આવી જમીન ખાલી કરાવવામાં ન આવતા હાલમાં ભૂમાફિયાઓ આવી જમીન પચાવી બેઠા છે ત્યારે અસરકારક પગલાં ભરવા માંગણી કરવામાં આવી છે.