Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટેક ન્યૂઝટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

M4 ચિપ સાથે એપલે MacBook Air કર્યું લોન્ચ :  18 કલાક બેટરી લાઈફ સાથે મળશે જબરજસ્ત ફીચર, જાણો શું છે કિંમત

Thu, March 6 2025


એપલે વૈશ્વિક બજારની સાથે ભારતમાં પણ M4 ચિપસેટ સાથે MacBook Air લાઇનઅપ લોન્ચ કર્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, નવું મેકબુક એર એક જ ચાર્જ પર 18 કલાક બેટરી લાઇફ આપશે. કંપનીએ ફક્ત મેકબુક એર જ લોન્ચ કર્યું નથી, પરંતુ તેમાં ઘણી અન્ય પ્રોડક્ટ્સ પણ ઉમેરી છે.

નવું મેકબૂક એર, નવો કલર

નવા મેકબૂક એરને નવા કલરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. મિડનાઇટ, સ્ટારલાઇટ અને સિલ્વરની સાથે હવે યૂઝર્સ સ્કાઇ બ્લૂ મેકબૂક પણ ખરીદી શકશે. મેટાલિક લાઇટ બ્લુ પર જ્યારે પ્રકાશ પડે છે ત્યારે એક નવો જ કલર જોવા મળે છે.

મેકબૂક એરની કિંમત

એપલ દ્વારા મેકબૂક એરને બે વર્ઝનમાં લોન્ચ કરવામાં આવ્યાં છે. 13 ઇંચ M4 મેકબૂક એરની શરૂઆતની કિંમત ₹99,900 છે. એજ્યુકેશન માટે આ મેકબૂક ₹89,900માં મળશે. 15 ઇંચ M4 મેકબૂક એરની કિંમત ₹1,24,900થી શરૂ થાય છે. એજ્યુકેશન માટે આ મેકબૂક ₹1,14,900માં મળશે. રેમ અને સ્ટોરેજ અપગ્રેડ કરાવતાં એની કિંમતમાં પણ વધારો થશે. આ શરૂઆતની કિંમત છે.

શું છે નવું M4 ચીપમાં ?

મેકબૂક એરમાં M4 ચીપનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ચીપની મદદથી યૂઝર્સ દરેક ટાસ્કને ખૂબ જ સારી રીતે પૂરા કરી શકે છે. ગ્રાફિક્સનું વધુ ડિમાન્ડ કરતાં ફોટો અને વીડિયો એડિટીંગ ટાસ્ક પણ ખૂબ જ ઝડપી અને સરળતાથી આ મેકબૂક એરમાં કરી શકાશે. નવી M4 ચીપમાં 10-core CPU અને 10-core GPUનો સમાવેશ થાય છે. આ મેકબૂક એર 32 GB રેમ સપોર્ટ કરે છે. M1 મોડલ કરતાં આ મેકબૂક એર બમણું ફાસ્ટ પર્ફોર્મન્સ આપે છે. ઇન્ટેલ ચીપ આધારિત લેટેસ્ટ મેકબૂક એરની સામે M4 મેકબૂક એર 2.3 ઘણું ઝડપી પર્ફોર્મન્સ આપે છે. મેકબૂક એર 18 કલાકનું બેટરી બેકઅપ આપે છે અને ઇન્ટેલ ચીપનો ઉપયોગ કરવામાં આવે તો એ મેકબૂક એનાથી પણ વધુ બેટરી બેકઅપ આપે છે. M1 આધારિત મેકબૂક એરની સરખામણીમાં M4 ત્રણ ઘણાં ફાસ્ટમાં AI આધારિત ટાસ્ક કરે છે.

M4 ચીપનું પર્ફોર્મન્સ લેવલ

  • નવા મેકબૂક એરમાં એપલ દ્વારા વિવિધ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પણ પર્ફોર્મન્સ ચેક કરવામાં આવ્યું છે.
  • માઇક્રોસોફ્ટ એક્સેલની સ્પ્રેડશીટ કેલક્યુલેશનનું પર્ફોર્મન્સ ઇન્ટેલ આધારિત મેકબૂક એર કરતાં 4.7 ઘણું વધુ ફાસ્ટ અને 13 ઇંચ M1 મેકબૂક એર કરતાં 1.6 ઘણું વધુ ફાસ્ટ છે.
  • આઈમૂવીમાં એડિટીંગ ઇન્ટેલ આધારિત મેકબૂક એર કરતાં આઠ ઘણું ફાસ્ટ અને 13 ઇંચ M1 મેકબૂક એર કરતાં બમણું ફાસ્ટમાં કરી શકાય છે.
  • એડોબ ફોટોશોપમાં એડિટીંગ ઇન્ટેલ આધારિત મેકબૂક એર કરતાં 3.6 ઘણું ફાસ્ટ અને 13 ઇંચ M1 મેકબૂક એર કરતાં બમણું ફાસ્ટમાં કરી શકે છે.
  • ઇન્ટેલ કોર અલ્ટ્રા 7 પ્રોસેસર ધરાવતાં પીસી લેપટોપ કરતાં 60 ટકા વધુ ફાસ્ટ વેબ બ્રાઉસિંગ આ મેકબૂક એરમાં થાય છે અને ડિમાન્ડીંગ ટાસ્ક બમણી સ્પીડમાં થાય છે.

કેમેરા રેડી મેકબૂક

એપલ દ્વારા તેમના મેકબૂક એરના કેમેરામાં ખૂબ જ સુધારો કરવામાં આવ્યો છે. બાર મેગાપિક્સલ ધરાવતા સેન્ટર સ્ટેજ કેમેરાની ક્વોલિટીમાં ખૂબ જ સુધારો કરવામાં આવ્યો છે. ઘરે હોઉં, સ્કૂલમાં કે પછી ઓફિસમાં કેમ ન હોઉં આ કેમેરા યૂઝર્સને હંમેશાં કેમેરાની ફ્રેમમાં સેન્ટરમાં જ રાખશે. યૂઝર આમ તેમ હલતો હશે તો પણ એ કેન્દ્રમાં જ રહેશે. આ કેમેરા ડેસ્ક વ્યૂ સપોર્ટ પણ આપે છે. એટલે કે યૂઝર જ્યારે ફેમિલી અથવા તો ઓફિસ માટે વીડિયો કોન્ફરન્સ કે વીડિયો કોલ કરી રહ્યો હોય ત્યારે તેના ચહેરાની સાથે તેના ડેસ્ક પર તે શું કામ કરી રહ્યો છે એને પણ દેખાડશે. આ માટે એક અલગથી વિન્ડો ઓપન થશે.

એપલ ઇન્ટેલિજન્સ અને પ્રાઇવસી

એપલ મેકબૂક એરને વધુ પાવરફુલ અને મદદરૂપ બનાવવા માટે એમાં એપલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇમેજ પ્લેગ્રાઉન્ડથી લઈને ગેજમોજી અને રાઇટિંગ માટેના ફીચર્સ દરેકનો સમાવેશ એપલ ઇન્ટેલિજન્સમાં કરવામાં આવ્યો છે. સીરીમાં પણ ઘણાં સમાવેશ કરવામાં આવ્યા છે. મેકબૂકમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય અથવા તો કોઈ ફીચર શોધવું હોય તો એ સીરીને પૂછી શકાય છે અને એ મેકબૂક વિશેની તમામ માહિતી સ્ટેપ-બાઈ-સ્ટેપ યૂઝર્સને આપશે. રાઇટિંગ ટૂલ અને સીરી માટે યૂઝર્સ ચેટજીપીટીનો પણ ઉપયોગ કરી શકે છે. એનાથી યૂઝર્સને વધુ સ્પીડમાં જવાબ મળી શકે છે. ચેટજીપીટીનો ઉપયોગ કરવો કે નહીં અને કરે ત્યારે ચેટજીપીટી કેટલી માહિતી કલેક્ટ કરી શકે એ તમામ કન્ટ્રોલ યૂઝર્સના હાથમાં છે.

નવા મેકબૂક એરને યૂઝર્સની પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આથી નાના-નાના ટાસ્ક માટે એપલ ઇન્ટેલિજન્સ ઓન-ડિવાઇઝ પ્રોસેસિંગનો ઉપયોગ કરે છે. એટલે કે દરેક ટાસ્ક મેકબૂક એરમાં જ થશે. જોકે મોટા મોડલનો ઉપયોગ કરવાની જરૂર પડી ત્યારે એપલ પ્રાઇવેટ ક્લાઉડ કોમ્પ્યુટનો ઉપયોગ કરે છે. મેકની પ્રાઇવસી અને સિક્યોરિટીની જવાબદારી ક્લાઉડ સર્વિસને આપે છે અને ત્યાર બાદ વધુ સારી રીતે AIનો ઉપયોગ કરી શકાય છે. પ્રાઇવેટ ક્લાઉડ કમ્પ્યુટનો ઉપયોગ કરતી વખતે એપલ કોઈ ડેટા સ્ટોર નથી કરતું અને એને કોઇ એક્સેસ પણ નથી કરી શકતું.

Share Article

Other Articles

Previous

સોનાની દાણચોરી મામલે અંતે અભિનેત્રી રાન્યા રાવની ધરપકડ

Next

વડોદરાના પ્રોફેસરનું અદ્ભુત પરાક્રમ !! 3 ટન પ્લાસ્ટિક કચરામાંથી બનાવ્યું 1 હજાર લિટર ઇંધણ, રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગેજેટ
શું તમને પણ શોપિંગમાં કપડાં ટ્રાય કરવામાં કંટાળો આવે છે? આ એપ્લિકેશન તમારી સમસ્યા કરશે દૂર, વાંચો શું છે ખાસ
19 કલાક પહેલા
ICC એ પાવરપ્લેના નિયમોમાં કર્યા મોટા ફેરફાર : ઓછી ઓવરવાળી T20 મેચોમાં જોવા મળશે અસર, જાણો શું બદલાવ આવ્યો
20 કલાક પહેલા
જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે રાજકોટમાં નીકળી 18મી રથયાત્રા : અઘોરીનું નૃત્ય-કરતબો બન્યા આકર્ષણનું કેન્દ્ર
20 કલાક પહેલા
ગજબ કહેવાય! ખુદ મુખ્યમંત્રીની ગાડીમાં ડીઝલને બદલે ભરી દીધું પાણી, કાફલાની 19 ગાડીઓ બંધ થતાં પ્રશાસનમાં હડકંપ
21 કલાક પહેલા
Categories

નેશનલ

2216 Posts

Related Posts

યુપીમાં ટનકપુર- દેહરાદુન સાપ્તાહિક ટ્રેનને ઉથલાવવાનું કાવતરું : રેલવે ટ્રેક પર 8 મીટર લાંબો કેબલ મળ્યો, દુર્ઘટના ટળી
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
પોરબંદરના દરિયામાં કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ : એક ક્રૂ મેમ્બરને બચાવી લેવાયો, ત્રણની શોધખોળ
ગુજરાત
10 મહિના પહેલા
રાજકોટ : હોર્ડિંગ કોન્ટ્રાક્ટમાં ‘રિંગ’ કરી મનપાને ‘ઉલ્લું’ બનાવવાનો ખેલ !! દરખાસ્ત પેન્ડીંગ
ગુજરાત
10 મહિના પહેલા
રાજકોટમાં 11 વર્ષની બાળકી ઉપર 16 વર્ષના સગીરનું દુષ્કર્મ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર