સરકારી કર્મીઓ અને પેન્શનરોને શું મળી શકે છે સારા સમાચાર ? વાંચો
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારો જાહેર કરી શકે છે. આનાથી કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો પર સીધી અસર પડશે અને એમને લાભ મળશે. વિવિધ મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર હોળી પહેલા મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત સંબંધિત એક મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે.
આગામી દિવસોમાં જ સરકારી કર્મીઓ અને પેન્શનરોને આ ભેટ મળી શકે છે અને આ બારામાં ચર્ચા ચાલી રહી છે તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું છે. થોડા દિવસો પહેલા પણ આ મુજબનો સંકેત આપવામાં આવ્યો હતો. આમ કર્મીઓ પણ ઘણા દિવસોથી આ વધારાની રાહ જોઈ રહ્યા ચહે અને ઘણા દિવસો થી આ માટે બધા ચર્ચા કરી રહ્યા છે.
વર્ષમાં બે વાર ડીએ અને ડીઆરમાં ફેરફાર
સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં ફેરફાર કરે છે – જાન્યુઆરીમાં અને પછી જુલાઈમાં. જાન્યુઆરીમાં સુધારાની જાહેરાત સામાન્ય રીતે હોળીની આસપાસ કરવામાં આવે છે, જેથી તહેવાર પહેલા નાણાકીય રાહત મળી શકે અને જુલાઈમાં સુધારાની જાહેરાત ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં, દિવાળીની આસપાસ કરવામાં આવે છે.
સરકાર કર્મચારીઓ અને પેન્શનરોને તેમની ખરીદ શક્તિ પર ફુગાવાની અસરથી બચાવવા માટે આ ભથ્થાંમાં ફેરફાર કરવામાં આવે છે. આ વખતે વધુ લાભની આશા છે.
ડિસેમ્બર 2024 ના ડેટા મુજબ, ડીએમાં 2 ટકાનો વધારો થવાની ધારણા છે, જેનાથી ડીએ અને ડીઆર વધીને 55 ટકા થશે. જોકે, અંતિમ નિર્ણય વડાપ્રધાનના નેતૃત્વ હેઠળના કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી પર નિર્ભર રહેશે.