ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાશે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ : 9મી તારીખે ખરાખરીનો જંગ ખેલાશેઃ આફ્રિકાનું સપનું ચકનાચુર
ભારતને ચેમ્પિયન્સ ટ્રોફીની ‘ફાઈનલમાં’ હરીક મળી ગયો છે. ન્યુઝીલેન્ડે સાઉથ આફ્રિકાને ૫૦ રનથી હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે અને તે હવે ભારત સામે ૯ માર્ચે દુબઈમાં ટકરાશે. લાહોરના ગદાઠી સ્ટેડિયમમાં રમાયેલી બીજી સેમી ફાઈનલમાં પહેલા બેટિંગ કરતાં ન્યુઝીલેન્ડે ૩૬૨ રનનો પહાડી સ્કોર બનાવ્યો હતો. જવાબમાં દક્ષિણ આફ્રિકા ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૩૧૨ રન જ બનાવી શક્યું હતું.
સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સ ટ્રોફીમાંથા આઉટ સેમી ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હાથે હાર થતાં સાઈથ આફ્રિકા ચેમ્પિયન્સ ટ્રોડીમાંથી આઉટ થયું છે. ચેમ્પિયન્સ ટ્રોકીમાં હવે માત્ર ૨ દેશ જ રહ્યાં છે, ભારત અને ન્યૂઝીલેન્ડ બાકીના બધા આઉટ થઈ ગયાં છે.
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ગયેલા ન્યુઝીલેન્ડની શરૂઆત સારી રહી. વિલ યંગ અને રચિન રવિન્દ્રએ મળીને ૭.૫ ઓવરમાં ૪૮ રનની ભાગીદારી કરી હતી. ૨૨ રન બનાવીને લુંગી ગીડીએ યંગને આઉટ કર્યો. આ પછી, કેન વિલિયમસન અને રચિન રવિનાએ મળીને બીજી વિકેટ માટે ૧૬૪ રનની ભાગીદારી કરી હતી. રચિન રવિન્દ્રએ પોતાની વનડે
સોરિરાષ્ટ્રીય કારકિર્દીની પાંચમી સદી પૂર્ણ કરી. રચિને શાનદાર ૧૦૮ રન ફટકાર્યા હતા ત્યારે વિલિયમસને પણ ૧૦૨ રન કર્યા હતા.
રચિન રવિન્દ્ર અને કેન વિલિયમસની સદી
ન્યુઝીલેન્ડ વતી રચિન રવિન્દ્ર અને કેન વિલિયમસને સદી ફટકારી હતી. રચિન રવિન્દ્ર ૧૦૮ અને વિલિયમસને ૧૦૨ રન કર્યાં હતા. આ ભગેની વિસ્ફોટક સદીને કારણે ન્યુઝીલેન્ડે મોટો સ્કોર બનાવ્યો હતો.
કેવી રહી સાઉથ આફ્રિકાની ઈનિગ
લક્ષ્યનો પીછો કરતી વખતે દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી. તેણે પાંચમી ઓવરમાં જ રાયન રિકેલ્ટનની વિકેટ ગુમાવી દીધી, જે મેટ હેનરીની
બોલિંગમાં માઈકલ બ્રેસવેલના હાથે કેચ આઉટ થયો હતો. આ પછી, કેપ્ટન ટેમ્બા ભાવમા અને રાસી વાન ડેર ડુસેને સાથે મળીને દક્ષિણ આફ્રિકાની કમાન સંભાળી. ભાવમા અને ડુસાન વચ્ચે ભીજી વિકેટ માટે ૧૦૫ રનની ભાગીદારી થઈ. ડુસેને ૬૯ તો બાજુમાએ ૭૧ બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૫૬ રન બનાવ્યા. ભાવુમાને કિવી કેપ્ટન (5) મિશેલ સેન્ટનરે આઉટ કર્યો. ડેવિડ મિલરે મેચના અંત સુધી ઠાઇટ આપીને ૧૦૦ રન કર્યાં હતા.