ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ ક્રિકેટર ડેવિડ વોર્નર સાઉથની ફિલ્મમાં કરશે ડેબ્યુ : વાંચો ક્યાં ડિરેક્ટર સાથે ફિલ્મ સાઈન કરી
ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ ખેલાડી ડેવિડ વોર્નર ઇન્ડિયન ફિલ્મોનો કેટલો મોટો ચાહક છે, અને તેમાં પણ ખાસ કરીને સાઉથની ફિલ્મોનો. વોર્નર તેના સોશિયલ મીડિયા પર ફિલ્મોના ડાયલોગ બોલવાની સાથે તેના ગીતો પર ડાન્સ કરવાના વીડિયો પોસ્ટ કરે છે. આ કારણસર તેના ભારતમાં અનેક ચાહકો છે. જોકે હવે તે ભારતીય ફિલ્મમાં તેનું ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે, એવા સમાચાર સામે આવ્યા છે.
ડેવિડ વોર્નર માત્ર રમતગમત ક્ષેત્રે જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ લોકપ્રિય છે. તે પોતાના ડાન્સ વીડિયોથી, ખાસ કરીને ભારતીય ફિલ્મી ગીતો અને તેમના હૂક સ્ટેપ્સથી દરેકનું દિલ જીતી લે છે. ડેવિડની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે RRRના ડિરેક્ટર એસએસ રાજામૌલીએ તેની સાથે એક જાહેરાત કરી છે. જોકે, IPL હરાજીએ ડેવિડ વોર્નરના ચાહકોને નિરાશ કર્યા છે, પરંતુ દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાંથી એક રસપ્રદ સમાચાર છે. ખરેખર, ડેવિડ દક્ષિણ ફિલ્મોથી અભિનયની શરૂઆત કરવા જઈ રહ્યો છે.
અલ્લુ અર્જુન સાથે બ્લોકબસ્ટર ‘પુષ્પા ૨ ધ રૂલ’ બનાવનારા મૈત્રી મૂવી મેકર્સ તેમની આગામી ફિલ્મ ‘રોબિન હૂડ’માં ડેવિડ વોર્નરને લોન્ચ કરવા માટે તૈયાર છે. ફિલ્મના પ્રમોશનલ કાર્યક્રમ દરમિયાન નિર્માતાઓએ આ વાતનો ખુલાસો કર્યો છે. એવા અહેવાલ હતા કે ડેવિડ વોર્નર ટૂંક સમયમાં નીતિન અને શ્રીલીલાની ફિલ્મથી મોટા પડદા પર ડેબ્યૂ કરશે.
ડેવિડ વોર્નર આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમી ચૂકયો છે. ‘રોબિન હૂડ’ને વેંકી કુડુમુલા ડિરેક્ટ કરી રહ્યા છે. ડેવિડ વૉર્નરનો દક્ષિણ ભારતમાં મોટો ચાહક વર્ગ છે. તેનું કારણ એ છે કે તે IPL ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે રમી ચૂકયો છે. ‘રોબિન હૂડ’ અગાઉ ૨૫ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ રિલીઝ થવાની હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં, માયથી મૂવી મેકર્સ રવિ શંકર આ માહિતી શેર કરતા જોવા મળી રહ્યો છે. જોકે, તે આ રહસ્ય ખુલ્લેઆમ જાહેર કરવાનું પણ ટાળી રહ્યો હતો. ‘રોબિન હૂડ’ અગાઉ ૨૫ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ પછી તે મુલતવી રાખવામાં આવી. એવું માનવામાં આવે છે કે આ પાછળનું કારણ ‘પુષ્પા ૨’ હતું કારણ કે તે પણ આ જ મહિનામાં રિલીઝ થઈ હતી.