4852 વન-ડેમાં ન બન્યું તે ચક્રવર્તી-હેનરીએ કરી બતાવ્યું !! એકબીજા સામે રમીને પણ બનાવ્યો ‘દુર્લભ’ રેકોર્ડ
ભારત-ન્યુઝીલેન્ડ મેચે ક્રિકેટ ઈતિહાસમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. આ મેચમાં એક દુર્લભ રેકોર્ડ બન્યો હજો તે વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત નોંધાયો છે. વરુણ ચક્રવર્તીએ ૪૨ રન આપીને પાંચ વિકેટ ખેડવી હતી. આ પહેલાં ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર મૈટ હેનરીએ પાંચ ભારતીય બેટરને પોતાનો શિકાર બનાવ્યા હતા. હેનરીએ પોતાનું નામ ઈતિહાસના પાના પર નોંધાવ્યું હતું કેમ કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત વિરુદ્ધ પાંચ વિકેટ લેનારો તે પ્રથમ બોલર બન્યો હતો.
હેનરી અને ચક્રવર્તીએ પાંચ-પાંચ વિકેટ લઈને દુર્લભ રેકોર્ડ બનાવ્યો હતો. ૪૮૫૨ વન-ડેમાં પહેલી વખત એવું બન્યું જ્યારે બન્ને બોલરોએ એકસરખા રન આપીને પાંચ વિકેટ મેળવી હોય ! ચક્રવર્તી અને હેનરી બન્નેએ ૪૨-૪૨ રન આપીને પાંચ-પાંચ વિકેટ મેળવી હતી. ચક્રવર્તીએ પોતાની ૧૦ ઓવરનો ક્વોટા પૂર્ણ કર્યો હતો જ્યારે હેનરીએ આઠ ઓવર ફેંકી હતી.