કોંગ્રેસના પ્રવક્તા શમા મહંમદે ક્રિકેટર રોહિત શર્માને ‘જાડિયો’ કહ્યો !! એક ટિપ્પણી બાદ હોબાળો, વાંચો શું છે સમગ્ર મામલો
ક્રિકેટ જગતમાં ભારતીય ટીમને અનેક ઝળહળતી સફળતા અપાવનાર કેપ્ટન રોહિત શર્મા વિષે કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદે નિવેદન આપ્યું છે, જેના કારણે વિવાદ ઉભો થયો છે. શમા મોહમ્મદે રોહિત શર્માની ફિટનેસ અંગે સવાલ ઉઠાવતા X પોસ્ટમાં તેને ‘જાડિયો ખેલાડી’ કહ્યો. બોડી શેમીંગ કરવા બદલ સોશિયલ મીડિયા પર શમા મોહમ્મદની ટીકા કરવામાં આવતા, શમાએ પોસ્ટ ડિલીટ કરી દીધી. જોકે તેમને આ બાબતે ભારતીય ટીમના કેપ્ટનની માફી માંગી નથી જેને લઈને હાલ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ એકબીજા પર આકરા પ્રહાર કર્યા છે.
આ મામલે ભાજપ નેતા રાધિકા ખેડાએ કહ્યું, ‘કોંગ્રેસ પ્રવક્તાએ રોહિત શર્માનું બોડી શેમિંગ કર્યું, જે દુ:સાહસ છે. આ તે કોંગ્રેસ છે, જેણે દાયકા સુધી એથલીટ્સને અપમાનિત કર્યા, તેમને ઓળખ આપી નહીં અને હવે એક ક્રિકેટ દિગ્ગજની મજાક ઉડાવવાની હિંમત કરી રહી છે? ભાઈ-ભત્રીજાવાદ પર પલનારી પાર્ટી એક સેલ્ફ-મેડ ચેમ્પિયનને ઉપદેશ આપી રહી છે ?
Congress spokesperson body-shaming @ImRo45 – The sheer audacity!
— Radhika Khera (@Radhika_Khera) March 2, 2025
This is the same Congress that humiliated athletes for decades, denied them recognition, and now dares to mock a cricketing legend? The party that thrives on nepotism is lecturing a self-made champion?
Rohit… pic.twitter.com/mbreaKLT3a
રોહિત શર્મા વર્લ્ડ કપ જીતનાર કેપ્ટન છે. તમારા નેતા, રાહુલ ગાંધી પોતાની પાર્ટીની કેપ્ટનશિપ પણ યોગ્યરીતે કરી શકતાં નથી! જયરામ રમેશ, તમારી ટીમ દ્વારા ભારતને ગૌરવ અપાવનાર વ્યક્તિનું અપમાન કરવાના બદલે, તમારે અને તમારા પ્રવક્તાઓએ તે વાસ્તવિક ‘વજન’ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જે તમારી પાર્ટી ઘટાડી રહી છે. પ્રાસંગિકતા, વિશ્વસનીયતા અને ચૂંટણી! રાધિકા ખેડાએ કહ્યું કે કોંગ્રેસે ભારતના ગૌરવ પર સસ્તો પ્રહાર કર્યા પહેલા પોતાના ડૂબતા વંશવાદની ચિંતા કરવી જોઈએ.
કોંગ્રેસ પ્રવક્તાએ શું કહ્યું હતું ?
કોંગ્રેસ પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, ‘રોહિત એક ખેલાડી તરીકે જાડિયો છે. વજન ઘટાડવાની જરૂર છે. અને હાં, ભારતનો અત્યાર સુધીનો સૌથી નિરાશાજનક કેપ્ટન.’
વિવાદે રાજકીય રૂપ લીધું
કોંગ્રેસના નેતા દ્વારા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માના વજનને લઈને કરવામાં આવેલી ટિપ્પણી પર હોબાળો થઈ ગયો છે. લોકોએ કોંગ્રેસ નેતાને આડે હાથ લીધા છે. વિવાદ વધતો જોઈને કોંગ્રેસ નેતાએ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટને ડિલીટ કરી દીધી. જોકે વિવાદે હવે રાજકીય રંગ લઈ લીધો છે અને ભાજપે સમગ્ર કોંગ્રેસને જ નિશાને લઈ લીધી છે. આ દરમિયાન ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે.
કોંગ્રેસ પ્રવક્તાની ટિપ્પણી પર ભાજપે પણ પ્રતિક્રિયા આપી છે. ભાજપ પ્રવક્તા પ્રદીપ ભંડારીએ લખ્યું કે ‘કોંગ્રેસ હવે ઈચ્છે છે કે રાહુલ ગાંધી ક્રિકેટ રમે. કોંગ્રેસને શરમ આવવી જોઈએ. હવે તે ભારતીય ક્રિકેટ ટીમ પર નિશાન સાધી રહી છે. શું તે ઈચ્છે છે કે રાજકારણમાં નિષ્ફળ રહ્યા બાદ હવે રાહુલ ગાંધી ક્રિકેટ રમે.’
કોંગ્રેસ નેતાએ વિવાદ વધવા પર આપી સ્પષ્ટતા
#WATCH | On her comment on Indian Cricket team captain Rohit Sharma, Congress leader Shama Mohammed says, "It was a generic tweet about the fitness of a sportsperson. It was not body-shaming. I always believed a sportsperson should be fit, and I felt he was a bit overweight, so I… pic.twitter.com/OBiLk84Mjh
— ANI (@ANI) March 3, 2025
કોંગ્રેસ નેતા ડૉ. શમા મોહમ્મદે વિવાદ વધવા પર પોતાની પોસ્ટને લઈને સ્પષ્ટતા આપી. તેમણે કહ્યું કે મારી ટ્વીટ એક ખેલાડીની ફિટનેસને લઈને સામાન્ય ટ્વિટ હતી. જેમાં કોઈના મેદસ્વીપણાને મજાક બનાવવામાં આવ્યું નથી. મારું હંમેશાથી માનવું રહ્યું છે કે ખેલાડીએ ફિટ હોવું જોઈએ અને મને લાગે છે કે રોહિત શર્મા થોડા જાડિયા છે. તો મે આ વિશે ટ્વીટ કરી દીધી. મારી ઉપર કારણ વિના નિશાન સાધવામાં આવી રહ્યું છે. મે તેમની પૂર્વના કેપ્ટનો સાથે સરખામણી કરી અને આ મારો અધિકાર છે. આ કહેવામાં ખોટું શું છે? આ લોકતંત્ર છે.’