ગુજરાત ATS અને STFએ હરિયાણા નજીકથી બે આતંકવાદીઓને પકડ્યા : યુપીથી હેન્ડ ગ્રેનેડ પણ મળ્યા
હરિયાણા STF અને ગુજરાત ATSની સંયુક્ત ટીમે ઓપરેશન હાથ ધરી હરિયાણા નજીક બે આતંકવાદીઓની કડી મળી અને તેમને ઝડપી લેવામાં આવ્યા હોવાની વિગતો જાણવા મળી છે. આ આતંકવાદીઓમાં એક માત્ર 19 વર્ષનો હોવાનું જાણવા મળી રહ્યું છે. હરિયાણામાં ફરિયાદ નોંધી આતંકવાદીઓની કડક પૂછપરછમાં એજન્સીને યુપીના ફૈઝાબાદ નજીક બે હેન્ડ ગ્રેનેડની માહિતી પણ મળી છે.
ગુજરાતી ATS અને હરિયાણા STFની મદદથી બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. સેન્ટ્રલ એજન્સીના ઇનપુટના આધારે બે આતંકવાદીને પકડવા માટે હરિયાણા STF અને ગુજરાતી ATSની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. બે આતંકવાદીઓમાંથી એક 19 વર્ષનો અબ્દુલ રહેમાન હોવાનું જાણવા મળ્યું હતું. અબ્દુલ રહેમાન આતંકવાદી સંગઠન સાથે સોશિયલ મીડિયા દ્વારા કનેક્ટ હતો.ત્યારબાદ તેની ગતિવિધિ જાણવા માટે હરિયાણા STF અને ગુજરાત ATSની ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું.જેમાં તેની અટકાયત કરવામાં આવી છે.
હાલ હરિયાણામાં બંને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાની વિગત પણ ગુજરાત ATSના અધિકારીઓ પાસેથી જાણવા મળી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પકડાયેલા યુવકને કેટલાક શંકાસ્પદ વીડિયો અને હથિયારો વિશે પૂછપરછ કરવામાં આવતા તેની પૂછપરછના આધારે હેન્ડ ગ્રેનેડ મળ્યા આવવાની વિગતો પણ જાણવા મળી છે.